BODELICHHOTA UDAIPURGUJARAT

ખત્રી વિદ્યાલય, બોડેલીના વિદ્યાર્થીઓની STEM Quiz 4.0 માં શાનદાર સિદ્ધિ

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUCOST) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત STEM Quiz 4.0 સ્પર્ધામાં બોડેલી સ્થિત ખત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની બુદ્ધિમત્તા, વૈજ્ઞાનિક સમજ અને આત્મવિશ્વાસથી ઉત્તમ પ્રદર્શન કરી તાલુકા કક્ષાએ વિજય મેળવ્યો છે. આ વિજય સાથે વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરની ઝોન કક્ષાની સ્પર્ધામાં પ્રવેશ મેળવી શાળાનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે.
આ સ્પર્ધામાં ખત્રી વિદ્યાલય તરફથી ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં
ધોરણ ૧૦ના ખત્રી અબ્દુલરહેમાન ઝકરિયાભાઈ,
ધોરણ ૯ના મનસુરી નવાઝ મંઝુર તથા પઠાણ હૂસ્ના હનીફ,
ધોરણ ૧૧ના ખત્રી સૈફ મહેબુબ અને વણકર નિયતિ નરેશનો સમાવેશ થાય છે.
આ પાંચેય વિદ્યાર્થીઓએ ટીમ વર્ક, જ્ઞાનક્ષમતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે નોંધપાત્ર સફળતા મેળવી છે.
તાલુકા કક્ષાની આ વિજયગાથા સાથે વિદ્યાર્થીઓએ હવે રાજ્ય કક્ષાની ઝોન સ્પર્ધામાં સ્થાન મેળવ્યું છે. શાળા પરિવારને પૂર્ણ વિશ્વાસ છે કે આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આવનારા સમયમાં નેશનલ લેવલ પર પણ ખત્રી વિદ્યાલયનું નામ દેશભરમાં ઉજળું કરશે.
શાળાના આચાર્યશ્રી યુ. વાય. ટપલા સાહેબએ જણાવ્યું કે,
“આ સિદ્ધિ વિદ્યાર્થીઓની અવિરત મહેનત, શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને શાળાના ગુણવત્તાયુક્ત શિક્ષણનું પરિણામ છે.”
અંતે, શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને તથા STEM Quiz ના કન્વીનર શ્રી એમ. એ. ખત્રી સાહેબને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.

રિપોર્ટર તોસીફ ખત્રી

 

Back to top button
error: Content is protected !!