GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા ખાતે આકાંક્ષા હાટમાં સખી મંડળોના કૌશલ્ય અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન

પ્રાકૃતિક ખેતીનો સ્ટોલ દ્વારા લોકોને સ્વસ્થ આહાર માટે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરતા ખેડૂત ગણપતસિંહ પરમાર

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગોધરાના જૂના બસ સ્ટેન્ડ સંકુલ ખાતે તા.૨૮ જુલાઈથી ૦૨ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન આકાંક્ષા હાટનું આયોજન કરવામાં આવ્યું છે. મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળની બહેનો દ્વારા હસ્તકલા ઉત્પાદનોના વિવિધ સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા છે, જેમાં રાખડી, અગરબત્તી, પ્રાકૃતિક સાબુ, ઇમિટેશન જ્વેલરી, પર્સ અને સાડીઓ જેવી આકર્ષક ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. આ હાટનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવા અને તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો છે.

આ હાટમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સગનપુરા ગામના ખેડૂત શ્રી ગણપતસિંહ અમરસિંહ પરમાર દ્વારા પ્રાકૃતિક ખેતીનો સ્ટોલ ગોઠવવામાં આવ્યો છે. આ સ્ટોલ પર રસાયણમુક્ત રીતે ઉગાડેલી દૂધી, રીંગણ, ટીંડોળા, પાલકની ભાજી અને ગલકા જેવી તાજી શાકભાજીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને પર્યાવરણલક્ષી પ્રાકૃતિક કૃષિનું મહત્વ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સાથે લોકોને સ્વસ્થ આહાર માટે પ્રોત્સાહન આપવા અર્થે આ સ્ટોલ ઉભો કરાયો છે.

આકાંક્ષા હાટ સખી મંડળની બહેનો અમે અને ખેડૂતોને તેમની કુશળતા રજૂ કરવા અને યોગ્ય બજાર મેળવવા માટે એક અનોખું મંચ પૂરું પાડે છે. આ હાટ તા.૦૨ ઓગસ્ટ ૨૦૨૫ સુધી દરરોજ ખુલ્લું રહેશે. હાટની મુલાકાત લઈ સખી મંડળની બહેનોની હસ્તકલા અને પ્રાકૃતિક ખેતીની પેદાશોનો લાભ આસપાસના નાગરિકોને લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

Back to top button
error: Content is protected !!