GUJARATPANCHMAHALSHEHERA

શહેરા તાલુકાના સગરાડા ગામે રેડ કરીને મહારાષ્ટ્ર પાર્સિંગની આઈસર માંથી 56 લાખ રૂપિયાનો વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો

 

*પંચમહાલ-

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા,

 

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના સગરાડા ગામે શહેરા પોલીસે રેડ કરીને મહારાષ્ટ્ર પાર્સિગની દારુની પેટીઓ ભરેલી આવેલી એક આઈસર ટ્રક ઝડપી પાડી છે.આઈસર ગાડીમાંથી એક ઈસમની અટકાયત કરી હતી. ગાડીનો ડ્રાઈવર તેમજ અન્ય ઈસમો પણ ફરાર થઈ ગયા હતા. શહેરા પોલીસે આઈસર ટ્રક સહિત 65,45,488 લાખ રુપિયાનો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પંચમહાલના શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. ચૌધરીને બાતમી મળી હતી કે શહેરા તાલુકાના સગરાડા ગામે કેટલાક ઈસમો ભેગા મળીને વિદેશી દારુ વેચવાનો ધંધો કરે છે. આથી શહેરા પોલીસની ટીમે બાતમી વાળી જગ્યા પર રેડ કરી હતી રાત્રેના તપાસમા રેડ કરતા ત્યા એક મહારાષ્ટ્ર પાર્સિંગ વાળી ટ્રક મળી આવી હતી.જેમા એક ઈસમ મળી આવ્યો હતો. અન્ય માણસોને પોલીસ આવી હોવાની ગંધ આવી જતા ફરાર થઈ ગયા હતા. પોલીસે આઈસર ટ્રકમાં તપાસ કરતા દારૂની પેટીઓનો અધધધ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પકડાયેલા ઈસમનુ નામ પુછતા તેને રમેશ ચીમાજીરાવ બાબર રહે સાંગલી, મહારાષ્ટ્રનો રહેવાસી હોવાનું જણાવ્યુ હતુ. આ ગાડીના ડ્રાઈવર સંતોષ બદુ પેઠેકર તેમજ અન્ય ઈસમો ભારતભાઈ પગી, અર્જુનભાઈ પગી, ગણપતભાઈ બારિયા, સંજયભાઈ બારિયા, જયદિપભાઈ બારિયા, એક મોબાઈલ ધારક સામે પોલીસ ફરિયાદ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!