નવસારી મહાનગરપાલિકા દ્વારા મીડિયા અહેવાલોની સ્પષ્ટતા: છાપરા રોડ પર ચાલી રહેલ માર્ગ સુધારણા કામગીરી હાલમાં પ્રગતિ પામતી સ્થિતિમાં છે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા આપવામાં આવે છે કે, છાપરા રોડ વિસ્તારમાં ચાલી રહેલી માર્ગ સુધારણા કામગીરી હાલ પણ પ્રગતિ પામતી સ્થિતિમાં છે. જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી હજી સુધી પૂર્ણ કરીને નવસારી મહાનગરપાલિકા પાસે સોંપવામાં આવી નથી.વધુમાં આ પ્રોજેક્ટ જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ થયા બાદ મનપા દ્વારા 36 મહિનાની DLP (Defect Liability Period) અવધિ રાખવામાં આવી છે. આ સમયગાળામાં જો કોઈ ભુવા પડે, ડેમેજ થાય કે માર્ગ સંબંધિત બીજી કોઈ સમસ્યા ઊભી થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી તથા સુધારણા કાર્ય કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે, અને તે માટે મહાનગરપાલિકા ભૌતિક તેમજ કાયદેસર કાર્યવાહી પણ સમય સર હાથ ધરી શકે છે. તથા હાલ જે કઈ પણ સેટેલ્મેંટ થાય છે, ભુવા પડે છે કે રસ્તો તૂટે છે જેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.હાલના વરસાદી માહોલ તથા ચાલુ કામગીરીને અવગણીને જે રીતે ભ્રામક અહેવાલો પ્રસિદ્ધ થાય છે જે અયોગ્ય છે. નવસારી મહાનગરપાલિકા તમામ નાગરિકોને ખાતરી આપે છે કે છાપરા રોડની કામગીરી નિયત સમયમર્યાદા (તા: 26/12/2025) પૂર્ણ કરવામાં આવશે અને વિકાસ કાર્યમાં કોઈ પ્રકારનો કચાસ મૂકવામાં આવશે નહીં, અને જો સમયમર્યાદામાં કામગીરી નહીં થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર પર જરૂરી પગલાં અને દંડ પણ લેવામાં આવશે. ઉપરોક્ત માહિતી એન્જિનિયરિંગ વિભાગ નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે.




