તા. ૦૫. ૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે ૫ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. તાસ પ્રમાણે શૈક્ષણિક કાર્ય કર્યું હતું. ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને બપોરે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.શાળાના આચાર્ય દિલીપકુમાર એચ મકવાણા “શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમાં હોતી હૈ “એ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા . શાળાના સ્ટાફ દ્વારા તમામને ઈનામ આપીને અભિનંદન પાઠવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવે તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આમ સંજેલી તાલુકામાં આવેલ શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં શિક્ષક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી