
ડેડિયાપાડા ખાતે બાળમજુરી કરાવતી સંસ્થાઓમાં જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા રેડ
ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા જોખમી વ્યવસાયમાં કામ કરતાં એક તરુણ શ્રમિકને મુક્ત કરાયા
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા તા.૦૧-૦૪-૨૦૨૫ના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલ ઈંટ ભઠ્ઠાઓ ખાતે ટાસ્કફોર્સ રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમ્યાન જોખમી વ્યવસાયમાં કામ કરતાં એક તરૂણ શ્રમિકને મુક્ત કરવવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ડેડિયાપાડાના એક ઈંટ ભઠ્ઠામાં રેડ કરતાં સંસ્થા-૧૧૧ બ્રિક્સ, બંગલા ફળીયુ, ડેડિયાપાડા ખાતે જોખમી વ્યવસાયમાં એક તરૂણ શ્રમિક પાસે કામ કરાવવામાં આવતું હતું. જેની જિલ્લા ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ કરતા તરૂણ શ્રમિક હોવાનું જણાઈ આવ્યું હતું. તે તરુણને બાળ મજુરી માંથી મુક્ત કરાવી કાર્યવાહી કરી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા-નર્મદા ખાતે સોપવામાં આવેલ છે, તથા કામે રાખનાર સંસ્થા અને સંસ્થાના માલિક સામે શ્રમિકનું નિવેદનો લઈને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં નર્મદાના ઇ.ચા સરકારી શ્રમ અધિકારીશ્રી, અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદા માંથી આઉટ રીચ વર્કર તેમજ પોલીસ મુખ્ય મથક, રાજપીપલા-નર્મદા તરફથી પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સંસ્થા અને માલિક સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે એફ.આઈ.આર સહિતની નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમ ઈ,ચાર્જ સરકારી શ્રમ અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.


