AHAVADANGGUJARAT

ડાંગ દરબાર મેળા દરમિયાન એકસ્ટ્રા બસો શરૂ કરાઇ, હંગામી વ્યવસ્થાઓનું મુસાફર જનતાને લાભ લેવા અનુરોધ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તા.૯/૩/૨૦૨૫ થી તા.૧૨/૩/૨૦૨૫ દરમિયાન આયોજિત ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળામાં ઉમટતી જનમેદની, રાહદારીઓ, વેપારીઓ વિગેરેની સરળતા તથા સૂચારુ વાહન વ્યવહાર અર્થે, ‘ડાંગ દરબાર -૨૦૨૫’ અન્વયે ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટ્રાફિક નિયમનની સમિતિ અંતર્ગત વલસાડ વિભાગીય નિયામક શ્રી એન.એસ. પટેલના માર્ગ દર્શન હેઠળ આહવાના એસ.ટી. ડેપોના મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર દ્વારા હંગામી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેનો મુસાફર જનતાને લાભ લેવા સાથે સહયોગ આપવા અનુરોધ કરાયો છે.

એસ.ટી.તંત્ર તરફથી મળેલી વિગતો અનુસાર તા.૯ થી ૧૨ માર્ચ ૨૦૨૫ દરમિયાન આહવા ખાતેના એસ.ટી.ડેપો ઉપરથી મુસાફર જનતાની અવરજવર બંધ રહેશે. જેના સ્થાને આહવાના IOC પેટ્રોલ પંપ (ફોરેસ્ટ ઓફિસ) પાસે હંગામી કાર્યરત કરાયેલા પિકઅપ પોઈન્ટ-૧ ઉપરથી પિંપરી, વઘઇ, કુશમાલ, ઝાવડા, સાવરખડી, દગુણ્યા, કાલિબેલ, વ્યારા, ચિખલી, બીલીમોરા, વલસાડ, વાપી, નવસારી, ધરમપુર, સુરત, બરોડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ગોધરા, નડિયાદ, સાણંદ, અંકલેશ્વર તરફ જતી તમામ બસો ઉપડશે.

તે જ રીતે સાપુતારા નાકા (નવાપુર રોડ) પિકઅપ પોઈન્ટ-૨ ઉપરથી નીલસાકયા, ગાઢવી, જામલાપાડા, સાવરખડી, હાંડોળ, સોનગઢ, વ્યારા, દેવમોગરા, સુબીર, લવચાલી, ઘાણા, પોળસમાળ, શિંગાણા, બિલિઆંબા, નિશાણા, પીપલદહાડ, પિંપલનેર, બરડીપાડા, ગારખડી, ચિમેર, ગાંધીનગર, નવાપુર, સાકરી, ચિંચવિહિર, ધવલીદોડ, ધૂડા, બોરખલ, ગલકુંડ, લિંગા, શામગહાન, સોનુનીયા, નડગચોંડ, ગડદ, ડોન, કડમાળ, ચિંચલી, તારાબાદ, સુરગાણા, સાપુતારા, વની, સપ્તશૃંગી, નાશિક તરફ જતી તમામ બસો અહીથી ઉપડશે. જેની સંબંધીતોને નોંધ લેવા જણાવાયું છે.

વધુમાં ડાંગ દરબારના મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતાં હોય છે ત્યારે એસ.ટી તંત્ર દ્વારા એક્સટ્રા વધુ ૧૫ થી ૧૮ બસો દોડાવામાં આવી રહેલ છે. અને જરૂર જણાયતો વધુ બસો દોડાવામાં આવશે. ત્યારે આ બસ સેવાઓનો લાભ લેવા પણ અનુરોધ કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!