BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે આંખોનો નિદાન કેમ્પ યોજાયો, દવાઓ અને ચશ્મા નું મફત વિતરણ કરાયું.

સમીર પટેલ, ભરૂચ

આજતોજ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી મફત આંખોનો નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં મોતિયા, આંખોમાં વેલ, ચશમાં ના નંબર, આંખોનું પ્રેશર ચેક કરી મફત દવાઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂર મુજબ મફત નંબર ના ચશમાંનું વિતરણ કરાયું હતું. જે દર્દીઓને મોતિયા અને વેલના ઓપરેશન ની જરૂરિયાત વાળા દર્દીઓને વિના મૂલ્યે ઝઘડીઆ રૂરલ હોસ્પિટલ ખાતે મોકલાવ્યા હતા. સાથોસાથ આંખોના પ્રેસર ની તપાસ કરાઈ હતી. આંખોના નિષ્ણાત ડોકટર અને નબીપુરના પનોતા પુત્ર ડો.સફવાન લાંબા એ કેમ્પની સફળતા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. કેમ્પની સફળતા બદલ નબીપુર હોસ્પિટલે ઝઘડીઆ રૂરલ હોસ્પિટલ નો આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પનો લાભ નબીપુર તથા આજુબાજુના ગામોના લોકોએ લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!