BHUJGUJARATKUTCH

કચ્છ ને આંતરરાષ્ટ્રીય નવો એરપોર્ટ – ભુજ, કંડલા, મુન્દ્રા થી ઉડાન યોજના અંતર્ગત વિમાની સેવા ચાલુ કરવા ઉડાનમંત્રી શ્રી સિંધિયા જી ને સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી.

૨૦-ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- ઉડયન મંત્રી શ્રી સિંધિયા જી ની રૂબરૂ મુલાકાત લઈ કચ્છ ના સાંસદ શ્રી વિનોદ ચાવડા જી એ કચ્છ માં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કચ્છ ની વિમાની સેવા – કચ્છ સાથે ભારત ના અન્ય પ્રાંતો સાથે વિમાની સેવાથી જોડવા માટે રજૂઆત કરી હતી.સાંસદશ્રી વિનોદ ચાવડા એ જણાવ્યુ હતું કે કચ્છ ના ભુજ એરપોર્ટ ને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા અને કચ્છ માં સુરત – રાજકોટ ની જેમ અધતન સેવા સુવિધા સભર નવો ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા રજૂઆત કરી હતી. ગુજરાતમાં સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતા કચ્છ વિકાસશીલ જીલ્લો છે. બે મહા બંદર અને અનગણિત ઇન્ડસટ્રીઝ, વિપુલ પ્રમાણ માં ખનીજ ધરાવતો કચ્છ જીલ્લો છે. લાખો કચ્છીઓ દેશ – વિદેશ માં ધંધા – રોજગાર સાથે જોડાયેલ છે. દેશ – વિદેશ સાથે સતત આવાજાઈ રહે છે. ઉડાન યોજના અંતર્ગત મુન્દ્રા નો સમાવેશ થયેલ છે તે વહેલી તકે શરૂ કરવા રજૂઆત કરી હતી. પહેલા ગુજરાત માં માત્ર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું, હવે સુરત – રાજકોટ એરપોર્ટ ને પણ આંતરરાષ્ટ્રીય વિમાની સેવાનો લાભ મળેલ છે. તેવો જ લાભ કચ્છની જનતા ને પણ મળે.ભુજ અને કંડલા વિમાની સેવા અંતર્ગત મુંબઈ અને દિલ્હી નિયમિત સેવા શરૂ કરવા તેમજ દેશના અન્ય પ્રાંતોને જોડતી વિમાની સેવા શરૂ કરવાની ભારપૂર્વક રજૂઆત સાંસદશ્રી વિનોદ ચાવડા એ નાગર વિમાન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જી પાસે કરી હતી. માન. ઉડયનમંત્રી એ સાંસદશ્રી ની રજૂઆત સંદર્ભે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!