ગામડાઓમાં ઝડપી સુવિધા કરો-મંત્રી રાઘવજી
*કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લા પંચાયતના પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી*
*જામનગર (નયના દવે)
રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જામનગર જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ સાથે જિલ્લાના પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે બેઠક યોજી હતી.
બેઠકમાં મંત્રીશ્રીએ જામનગરમાં નવા નાગના- જુના નાગના વચ્ચે બ્રિજ રીપેરીંગ કરાવવું, વિભાપરથી નાગના ગામ વચ્ચે સી.સી. રોડ બનાવવો, ખારવા- બીજલકા- ઈટાળા રોડનું રિકાર્પેટિંગ કામ કરાવવું, રાવલસર ગામે જૂની ગ્રામ પંચાયત બિલ્ડીંગ પાડવાનું કામ, આધારકાર્ડ અને માં કાર્ડ માટેના કેમ્પ યોજવા, વિવિધ તાલુકા પંચાયતોમાં મંજુર થયેલા પીવાના પાણીનું બોરનું કામ શરુ કરાવવું, નાની બાણુંગરથી સ્ટેટ હાઈવે સુધી સાઈડીંગ કામ પૂર્ણ કરાવવું, નાના થાવરીયાથી મોડપર સુધી ડામર રસ્તો કરાવવો, ધુડસીયા ગામે નવું આયુર્વેદિક દવાખાનું બનાવવું, મોરાણાથી ભીમકટા સુધી રોડ રીપેરીંગ કરાવવું, સુમરી- ધુતારપર- કાલાવડ હાઇવે સુધી રોડ રીપેરીંગ કરાવવું, જામનગર જિલ્લાના વિવિધ જર્જરિત તળાવોનું રીપેરીંગ કરાવવું, ધુતારપર ગામે મોટો ચેકડેમ રિપેર કરાવવો, શાપરથી આમરા સુધી રસ્તાનું રીપેરીંગ કરાવવું, લોઠીયા ગામે જંગલ કટિંગ કરાવવું, ઢીંચડા ગામે પુલિયું બનાવવું, હાપા માર્કેટિંગ યાર્ડથી સમરસ હોસ્ટેલથી ખીમરાણા અને શેખપાટ સુધી પુલિયાના કામ આગળ ધરવા વિશે વિસ્તૃત રીતે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. તેમજ કેબિનેટ મંત્રીશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને તાત્કાલિક બાકી કાર્યો પૂર્ણ કરવા માટે ખાસ સૂચના આપી હતી.
ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, જામનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર, જામનગર જિલ્લા પંચાયત અને કલેકટર ઓફિસના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
*000000*