
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામ ભૈરવી ચોકડી-ડૉ. બાબાસાહેબ આંબેડકર વર્તુળની ત્રણે બાજુ જે ડિવાઈડર બનાવેલા તે થોડા વધુ હોય અતિ ભારે- મલ્ટી એક્સલ વાહનો માટે ભારે ત્રાસદાયક અવરોધક હતા.જેને ટૂંકા કે દૂર કરવા માટે પાંચેક વર્ષથી રજૂઆતો થતી હતી,જેને દૂર કરવાની કામગીરી રવિવારે હાથ ધરાતા હવે મોટા મલ્ટીએક્સલ વાહનો ટર્ન કરવામાં ઘણી સરળતા રહેશે.
ગૌરવ પથ સમા ડિવાઇડરયુક્ત માર્ગ અને હાઈસ્કૂલથી ધોબીકુવા સુધીના દસ મીટર પહોળા રસ્તાનું નવીનીકરણ મજબૂતી કરણ માટે ધારાસભ્ય નરેશભાઈ દ્વારા તાજેતરમાં જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં થયેલ ચાર રસ્તા પાસે ડિવાઈડરના કારણે મોટા વાહનો ટર્ન કરવામાં પડતી હાલાકી બાબતે રજૂઆત અને મા-મ પેટા વિભાગ(રાજ્ય) ચીખલી ના ના.કા.ઈ. ભરતભાઈ પટેલ સાથે સ્થળ નિરીક્ષણ પછી તેમની સંમતિથી અને ટ્રાફિક સમસ્યા અંગે પીએસઆઇ મહેશ ગામીત પણ સક્રિય થતા રવિવારની સવારથી ચારરસ્તા આંબેડકર સર્કલ પાસે અવરોધ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી.જેમા માર્કેટ યાર્ડ તરફનું અને પ્રજાપતિ એપાર્ટમેન્ટ સામેનું ડિવાઇડરને દૂર કરવાની કામગીરી માટે આખો દિવસ ત્રણ મશીન જેસીબી અને મજૂરો કામે લાગ્યા હતા.ડિવાઇડર દૂર થતાં ત્યાં અસમતળ જગાને ડામર કામથી સરખી કરવામાં આવી છે.આ કામગીરી માટે છેલ્લા ઘણા વર્ષથી રજૂઆતો થતી હતી,જો કે હવે કામગીરી થતા આ રસ્તે પસાર થતા મલ્ટીએક્સેલ લાંબા ભારે વાહનો એક જ ટર્નમાં પસાર થઈ જશે.ગૂગલમેપમાં ખેરગામ બજારનો સાંકડા રસ્તા બતાવતા હોય બજારની ગંભીર ટ્રાફિક સમસ્યાનો પણ ઉકેલ જરૂરી છે



