ગાંધીનગર જિલ્લાની સેંટ ઝેવિયર હાઇસ્કૂલ શાળાના શિક્ષિકા શૈલા હર્નિશ જોશીનું એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડથી સન્માન.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં ‘હું છું પર્યાવરણ સંરક્ષક’ એવી ઝૂંબેશ હેઠળ 2525 શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં જેમણે ખૂબ સારું કાર્ય કર્યું છે તેવા ગુજરાત રાજ્યના 60 જેટલા પર્યાવરણપ્રેમી શિક્ષકો તેમજ અન્ય 14 રાજ્યોના 60 જેટલા એમ મળી કુલ 120 પ્રકૃતિપ્રેમી શિક્ષકોને બિરદાવવાનો કાર્યક્રમ અર્લીબર્ડ અને જ્ઞાન લાઈવ દ્વારા તા.25/5/25 ના રોજ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે યોજાયો. જેમાં ગાંધીનગર જિલ્લાની સેંટ ઝેવિયર શાળાના શિક્ષિકા શૈલા બેન જોષીનું પર્યાવરણ અંતર્ગત કરેલી કામગીરી માટે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગજેન્દ્રભાઈ જોશી-શિક્ષણવિદ, ડૉ. વિરેન્દ્ર રાવત-ગ્રીન મેન્ટર, બી.જે.પાઠક-નિવૃત્ત IFS ગીર ફાઉન્ડેશન, શ્રી કેયુર પટેલ-ઉપસચિવ, શિક્ષણ વિભાગ,ગાંધીનગર, શ્રી પુલકિતભાઈ જોશી-મદદનીશ સચિવ,ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગરની ખાસ હાજરી જોવા મળી.





