
રાજયમાં રમતગમતના વિકાસ માટે શાળા કક્ષાએથી રમતનો વ્યાપ વધે તે માટે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને શિક્ષણ સાથે રમતગમતની તાલીમ આપવામાં આવે તો રાજયમાં રમતગમતનું સ્તર ઉચું આવે તેવા ઉમદા હેતુસર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી શિક્ષણ સાથે રમતના સમન્વય યોજના અંતર્ગત રાજયની ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં ’’ઇન સ્કુલ’’ પ્રોગ્રામ વર્ષ ૨૦૧૪-૧૫ થી કાર્યાન્વિત કરવામાં આવેલ છે. આ યોજના સ્પો્ર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા નિયુકત કરવામાં વિવિધ એજન્સી્ઓ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે. પસંદ થયેલ શાળાઓમાં વિવિધ રમતના ટ્રેનરો દ્વારા ખેલાડીઓને તાલીમ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત વિવિધ રમતના ટ્રેનરો સાથે ખેલાડીઓનું કો-ઓર્ડીનેશન જળવાય તે માટે જૂનાગઢ જિલ્લાના ટેકનીકલ મેનેજરશ્રી યશવંતસિંહ ડોડીયા, કનકસિંહ ખેર, અને ગીર સોમનાથ જિલ્લાના ટીમ મેનેજરશ્રી, નરેશભાઈ ગોહિલ દ્વારા જૂનાગઢ જિલ્લામાં કાર્યરત ૧૧ ઇનસ્કુલની અલગ અલગ રમત ફેન્સીંગ, જુડો, ટેબલ-ટેનીસ, કુસ્તી, એથ્લેટીક્સ, વોલીબોલ, ખો-ખો, હોકી, શુટિંગ, કબડ્ડી, હેન્ડબોલના તમામ ટ્રેનરની તાલીમ કાર્યક્રમનું આયોજન તા.૧૪/૦૫/૨૦૨૫ થી તા.૧૬/૦૫/૨૦૨૫ સુધી સરદાર પટેલ રમત સંકુલ ગાંધીગ્રામ-જુનાગઢ ખાતે કરવામાં આવ્યુ હતુ.તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લાના ટેકનીકલ મેનેજરશ્રી કનકસિંહ ખેર, યશવંતસિંહ ડોડીયા અને ગીર સોમનાથ જિલ્લાના ટીમ મેનેજરશ્રી નરેશભાઈ ગોહિલએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ દ્નારા મળેલી એક અખબારીયાદીમાં જણાવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





