
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ ગામ પંચાયત સંચાલિત બગીચા આગળ આગ લાગવાને મામલે TDO એ ફટકારેલી નોટિસ સામે ગ્રામ પંચાયત નો જુઠ્ઠો અને લૂલો બચાવ
મેઘરજ ગામ પંચાયત સંચાલિત બગીચા ખાતે બકરી ઈદ ના દિવસે બગીચા આગળ આગ લાગવાની ઘટના બની હતી જેને લઇ ક્યાંક બેદરકારી સામે આવી હતી અને આ બાબતે તપાસ કરતા મેઘરજ તાલુકાના TDO દ્વારા મેઘરજગ્રામ પંચાયત ને નોટિસ આપી હતી અને નોટિસ સામે પંચાયત દ્વારા લેખિત જવાબ આપવામાં આવ્યો હતો જેમાં તલાટી દ્વારા TDO ને આપવામાં આવેલા જવાબ માં બગીચો સાંજે 7 વાગ્યા બાદ બંધ હોય છે અને આગ ની ઘટના બની ત્યારે બગીચો સંપૂર્ણ ખાલી હતો જોકે આગ ની ઘટના પોણા આઠ વાગ્યે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી અને બગીચા માં અને બહાર બાળકો સહિત મહિલાઓ હાજર હતા જેના વિડિયો પુરાવા છે તલાટી ની તપાસ માં આગ કોઈ અસામાજિક તત્ત્વો દ્વારા પાશવી આનંદ મેળવવા લગાવી હોય તથા અગાઉ પણ ડસ્ટબીન માં આગ લગાવી વિડિયો વાયરલ કર્યા નો પણ ઉલ્લેખ કરાયો છે વધુમાં તલાટી દ્વારા બગીચા માં કોઈ પણ પ્રકાર ની સેફ્ટી ના સાધનો ન હોવાની પણ કબુલાત લેખિત સ્વરૂપે જણાવેલ છે જેને લઇ TDO દ્વારા બે દિવસ માં બગીચા સહિત જે જગ્યા પર માનવ મેળાવડો રહેતો હોય ત્યાં ફાયર સેફ્ટી ના સાધનો ઉપલબ્ધ કરાવવા ગામ પંચાયત ને સૂચના આપી




