યુવા કોંગ્રેસના નેતા ઈમરાન શેઠજી સામે ખોટી પોલીસ ફરિયાદ, ભાજપ પર રાજકીય કિન્નાખોરીના આક્ષેપ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના આક્ષેપ છે કે ભાજપે રાજકીય કિન્નાખોરીના કારણે આ ફરિયાદ કરાવી છે.
દાણીલીમડા વિસ્તારમાં ભાજપના જમીન ગુમાવ્યા બાદ અને ચૂંટણીમાં હાર ભોગવતા કોંગ્રેસના લોકપ્રિય નેતા ઈમરાન શેઠજીની પ્રગતિને અડચણ પહોંચાડવા માટે ભાજપના કાર્યકર્તાઓએ પોલીસ પર દબાણ કરીને તેમની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
યુવા કોંગ્રેસના પ્રવક્તાઓના જણાવ્યા મુજબ, બંને વ્યક્તિઓ વચ્ચે થયેલા ઝઘડામાં ઈમરાન શેઠજી ઘટના સ્થળે હાજર નહોતા. પરંતુ, શેઠજી સમાધાન કરાવવા ગયા ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ તેમના પર રાજકીય કારણોસર અભદ્ર આચરણ કર્યું અને ખોટી ફરિયાદ નોંધાવી.
આ સમગ્ર ઘટનાને લઈને યુવા કોંગ્રેસે કડક પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે આ સમગ્ર પ્રક્રિયા ભાજપના રાજકીય પ્રેરિત ષડયંત્રનો ભાગ છે. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસે પોલીસ પર ભાજપના દબાણ હેઠળ કાર્ય કરવાની આચર્યા લગાવતા ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈમરાન શેઠજી દાણીલીમડામાં લોકો સાથે સતત જોડાયેલા રહીને કામ કરે છે અને તેમની લોકપ્રિયતા આ વિસ્તારમાં ભાજપ માટે મોટો ખતરો બની છે.કોંગ્રેસ આ મુદ્દે ભારપૂર્વક કહ્યું કે ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરીને લોકોના લોકશાહી હકનું દમન કરી રહી છે.
યુવા કોંગ્રેસે સમગ્ર ઘટનાની નિશ્પક્ષ તપાસની માંગ કરી છે અને રાજકીય બદનામીને રોકવા માટે કડક પગલાં ભરવાની અપીલ કરી છે.



