ARAVALLIGUJARATMODASA

શામળાજી-2 (મોંધરી) એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં વિદાય સમારંભ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી-2 (મોંધરી) એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં વિદાય સમારંભ યોજાયો

મોંધરી ગામ ખાતે આવેલી શામળાજી-2 (મોંધરી) એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં તા. 21 ફેબ્રુઆરી 2026ના રોજ ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું

કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્યશ્રી તથા ધોરણ-12ના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. ધોરણ-11ના વિદ્યાર્થીઓ દ્વારા ગીત, નૃત્ય, મનોરંજક કાર્યક્રમો અને વિદાય ગીતોની સુંદર રજૂઆત કરવામાં આવતા સમગ્ર માહોલ આનંદમય સાથે ભાવુક બની ગયો હતો.શાળાના આચાર્ય રાજવીરસિંહ એ ધોરણ-12ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પોતાના પસંદગીના વ્યવસાય ક્ષેત્રમાં સખત મહેનત કરીને કારકિર્દીના સપનાઓ સાકાર કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. સાથે જ જીવનમાં સતત પ્રગતિ કરતા રહેવા પ્રેરણા આપી હતી.કાર્યક્રમના અંતે ધોરણ-12ના વિદ્યાર્થીઓને સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યા હતા અને આભારવિધિ સાથે વિદાય સમારંભ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!