IDARSABARKANTHA

અષાઢી બીજે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે પોલીસ તંત્ર સજ્જ

સાબરકાંઠા…

અષાઢી બીજે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે પોલીસ તંત્ર સજ્જ.. ઈડર ખાતે નીકળનાર ભગવાન જગન્નાથની ૨૫મી રથયાત્રા નિમીતે પોલિસે શાન્તિ સમિતિની બેઠક યોજી.. શાન્તિ પૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તેણે લઇ પોલિસે શહેરનાં માર્ગો પરથી પ્રસાર થનાર રથયાત્રા રૂટ પર ફૂડ પેટ્રોલિંગ કર્યુ…

સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે અષાઢી બીજે ભગવાન જગન્નાથની ૨૫મી રથયાત્રા શહેરનાં માર્ગો પરથી પ્રસાર થસે.. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે નગરચર્યા એ નીકળી ભક્તોને ધર આંગણે દર્શન આપતાં હોઈ છે.. ઈડર ખાતે વર્ષ ૧૯૯૯ થી શરુ કરવામાં આવેલ રથયાત્રાને ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.. ત્યારે નગર ઉત્સવ સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની ૨૫મી રથયાત્રા નિમીતે રજત જયંતી મહોત્સવ ની ઉજવણી પણ કરવામાં આવી રહી છે.. રથયાત્રાને ચાર દિવસ પહેલાંથી ઈડર ખાતેનાં મોટા રામદ્રારા મંદીર ખાતે ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.. જ્યારે અષાઢી બીજે ભગવાન જગન્નાથ ભાઈ બહેન સાથે નગરચર્યા એ નીકળશે.. રથયાત્રાને ૨૫ વર્ષ પૂર્ણ થતાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી પહેલી વાર ત્રણ રથોમાં બીરાજમાન થઈ અષાઢી બીજે નગરચર્યા એ નીકળશે.. જ્યારે અષાઢી બીજે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ ભક્તોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે…

 

સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે નીકળનાર ભગવાન જગન્નાથની ૨૫મી રથયાત્રા નિમીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.. અષાઢી બીજે નીકળનાર રથયાત્રા ઈડર શહેરમાં છ કિલોમિટરનો અંતર કાપી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યા પૂર્ણ કરી નિજ મંદિર પરત ફરશે.. જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે રેન્જ આઇજી ગાંધીનગર, ૧ s.p, ૨ D.y sp, ૫ p.i, ૧૯ psi, ૧૨૫ મહિલા પોલીસ કર્મી, ૨૪૮ પોલીસ જવાનો, ૨૨૫ હોમગાર્ડ, ૪ ગોડેસવાર, ૨૧ હોકિટોકી, ૬ વીડિયો ગ્રાફિ કેમેરા, ૨૧ બોડીવોર્ન કેમેરા, ૧ ડ્રોન, ૧૫ ગેસ ગણ, બોક્ષ ૧૩ રબર બુલેટ, ૧૦ ઢાલ, ૧૫ બોડી પ્રોટેક્ટર, ૪ ડાયમાર્કર, ૨ ફાયર ફાયટર, ૧ વજ્ર, ૧ વરુણ, તેમજ ૧૫ બરાબોર ભગવાન જગન્નાથની રથયાત્રામાં સુરક્ષા કવચ પૂરું પાડશે.. ભગવાન જગન્નાથની રથયાત્રા સવારે નિજ મંદિર મોટા રામદ્રારા ખાતેથી પ્રસ્થાન થઈ નગરનાં વિવિઘ માર્ગો પરથી પ્રસાર થસે સાંજે ૭ વાગે નગરનો નાથ નગર ભર્મન કરી નિજ મંદિર પરત ફરશે.. શહેરમા શાન્તિ પૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય અને કોઈપણ પ્રકારની અનિચ્છનિય ઘટના ન ઘટે તેણે લઇ પોલીસ તંત્ર સજ્જ જોવા મળી રહ્યુ છે.. તેમજ રથયાત્રાની અગાઉ પોલીસે સંપૂર્ણ ત્યરીઓ સાથે રથયાત્રા રૂટ પર ફૂડ પેટ્રોલિંગ કરી સુરક્ષાની સમીક્ષા કરી હતી.. ત્યારે ભગવાનની નગર યાત્રા રૂટ પર સી.સી.ટી.વી કૅમેરાની મદદ થી સમગ્ર ગતિવિધિઓ પર પોલીસની બાંજ નજર પણ રહેશે.. ત્યારે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી શાન્તિ પૂર્ણ માહોલમાં નગર યાત્રા પૂર્ણ થાય તેણે લઇ પોલીસ તંત્ર સજ્જ જોવા મળી રહ્યુ છે…

ભગવાન જગન્નાથની ૨૫મી રથયાત્રા નિમીતે ૧ બેન્ડ, ૩ ટેબલા ટ્રેક્ટર, ૧ નાશિક બેન્ડ, ૧ અખાડો, ૪ બગી, ૩ ડી.જે, ૫ મહિલા ભજન મંડળી, ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નાં ત્રણ રથ સાથે અષાઢી બીજનાં રોજ નગરનો નાથ નગર ચર્ચાએ નીકડી ભક્તોને ધર આંગણે દર્શન આપશે.. ભગવાન જગન્નાથની ૨૫મી રથયાત્રા નિમીતે ભકતો માં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!