જામનગર::DMC કોલેરા નિયંત્રણ અધિકારી

*જામનગરના ધરારનગર-૨, ખોજાવાડ લાલખાણ તથા રવિપાર્ક, બેડીબંદર રીંગ રોડ વિસ્તારને કોલેરા રોગ ગ્રસ્ત વિસ્તાર જાહેર
*રોગનો ફેલાવો અટકાવવા જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશ્નરશ્રીની નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્તિ કરાઈ*
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર મહાનગરપાલિકા કમિશનરશ્રી તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગરના બેડીબંદર આરોગ્યકેન્દ્રનાં ધરારનગર-૨, ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રના ખોજાવાડ લાલખાણ અને વામ્બે આરોગ્ય કેન્દ્રના રવિપાર્ક, બેડીબંદર રીંગ રોડ વિસ્તારમાં કોલેરાના પોઝીટીવ કેસો નોંધાયેલ છે. આ રોગનો ફેલાવો થતો અટકાવવા આ વિસ્તારને કોલેરા રોગ ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા તથા તેની આજુબાજુના ૨ કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટેની દરખાસ્ત મળતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.કે.પંડયાએ તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એક્ટ અન્વયે જાહેરનામુ બહાર પાડેલ છે. જે અન્વયે ઉપરોક્ત વિસ્તારોને કોલેરા રોગ ગ્રસ્ત તથા તેની આસપાસના ૨ કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે.
તેમજ આ રોગનો ફેલાવો થતો અટકાવવા માટે નાયબ કમિશ્નર શ્રી ઝાલા જામનગર મહાનગરપાલિકાને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુકત કરવામાં આવે છે અને નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ તેઓને એનાયત કરવામાં આવેલ છે.
000000
BGB
8758659878



