કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા પોલિસ સ્ટેશન ખાતે એક વર્ષ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા પી.એસ.આઈ.પ્રદ્યુમનસિંહ એન.જાડેજાની વિદાય અને નવિન આવેલ પી.એસ.આઈ. આર.જે.ચૌધરીનો દર્શન હોટલ ખાતે ગત તા.૩૦/૬/૨૦૨૩ ને શુક્રવારના રોજ સાંજે ૪ કલાકે સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા ૧૩ મહિનાથી આર. જે.ચૌધરીએ થરા ખાતે નોકરી કરી બહોળી લોક ચાહના મેળવી હતી.અને લોકોને કોઈ પણ જાત ની તકલીફ ન પડે તેનુ ધ્યાન રાખ્યુ હતુ.સતત પ્રયત્નશીલ રહીને ટ્રાફિક સમસ્યા,ચોરી,લૂંટ,પ્રોહી. ગુન્હા સહીત અન્ય ગુનાઓમાં આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહિ કરી થરા નગર,પોલીસ સ્ટેશન તથા
ગ્રામ્ય વિસ્તારોમાં સતત ૧૩ મહિના સુધી કામગિરી કરી લોક ચાહના મેળવનાર પી.એસ.આઈ આર.જે.ચૌધરીનો આજરોજ તા.૩૦/૦૭/૨૦૨૪ ને મંગળવારના રોજ વિદાયના સમાચાર મળતા થરા પોલીસ સ્ટાફ,મીડિયા મિત્રો મેનેજિંગ તંત્રી હેમુભા
વાઘેલા, કાંકરેજ તાલુકા પ્રેસ પ્રતિનિધિ મંડળના મહામંત્રી ઝેણુભા વાઘેલા,ઉપપ્રમુખ નટવર કે. પ્રજાપતિ,પત્રકાર ચેહરસિંહ વાઘેલા,કનુજી ઠાકોર,ઈન્દ્રસિંહ વાઘેલા,રૂસ્તમ પઠાણ,અલ્પેશ ગૌસ્વામી,ખારિયા સરપંચ કનુભા નાનુભા વાઘેલા,બકુભા વાઘેલા (શુભમ હોટલ થરા),વડા પંચાયત ના પૂર્વસરપંચ પ્રહલાદસિંહ વાઘેલા,ઊંબરીના પૂર્વસરપંચ વિષ્ણુભા શુર્તુભા વાઘેલા,ઝેણુભા
વાઘેલા વડા,ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડા સહીત તેઓના ચાહકો દ્વારા પી.એસ. આઈ.આર.જે.ચૌધરીને પુષ્પગુચ્છ આપી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ઉત્તરોતર પ્રગતિ કરી ખુબ આગળ વધે એવી અઢળક શુભેચ્છાઓ આપી હતી.
નટવર. કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦
«
Prev
1
/
90
Next
»
MORBIમાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુષણ સામે કડક અમલવારી કરવા SC સમાજે પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું
મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
પોલીસ અને સરકારનો ડર છોડો અને પોતાના માટે બોલો : ગોપાલ ઇટાલીયા