GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKOKALAVAD

આણંદપર કુમાર શાળાના ધોરણ ૮ના વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાઈ ગયો

29 માર્ચ 2024
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર
કાલાવડ તાલુકાના શ્રી આણંદપર કુમાર શાળા દ્વારા પ્રતિભા સન્માન કાર્યક્રમ વાલી મીટીંગ ધોરણ આઠ વિદાય કાર્યક્રમ યોજવામાં આવેલ.

શાળાના આચાર્ય આડતીયા અનસુયબેન દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ, સમગ્ર વર્ષ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલી વિવિધ સિદ્ધિઓ અંતર્ગત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ. જેમાં મુંબઈ રંગોત્સવ સંસ્થા દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધામાં ગોલ્ડમેડલ ,બ્રોન્ઝ મેડલ, ટ્રોફી મેળવનાર 12 વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવેલ,સંસ્કૃત ભારતી અમદાવાદ દ્વારા આયોજિત “સંસ્કૃત ગૌરવ પરીક્ષા”માં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર 44 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ.

વર્ષ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ જેમણે બાળ પ્રતિભા સ્પર્ધા, રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ, રાજ્ય કક્ષા ગણિત મહોત્સવ,જિલ્લા કક્ષા,રાજ્યકક્ષા સ્વિમિંગ સ્પર્ધા nmms પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર આરટીઓ ક્વિઝમાં નંબર મેળવનાર કુલ 25 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવેલ.
શાળાના આચાર્ય આડતીયા અનસુયાબેન દ્વારા ધોરણ આઠ ના વિદ્યાર્થી મિત્રોને ગિફ્ટ આપી વિદાય આપવામાં આવેલ. ધોરણ 8 ના વર્ગ શિક્ષક પરમાર નીતાબેન દ્વારા વિદ્યાર્થીઓ સાથેના આઠ વર્ષના શૈક્ષણિક સંસ્મરણ વાગોળવામાં આવેલ,
આ પ્રસંગે ઉપસ્થિત કાલાવડ બીઆરસી કોર્ડીનેટર શ્રી સતિષભાઈ કપુરીયા સાહેબ ,મોટા વડાળા સીઆરસી કોર્ડીનેટર શિવપાલ શ્રી જાડેજા સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓને સન્માનિત કરેલ. એસએમસી અધ્યક્ષ જ્યોતિબેન, એસએમસી સભ્યો વિદ્યાર્થીઓના વાલી ,ગ્રામ્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપેલ.શાળાને અનુદાન આપેલ દાતાઓનું સન્માન પણ કરવામાં આવેલ.આ તકે શાળાના મદદનીશ શિક્ષક પાલાભાઈ ચોચા નો જન્મદિવસ હોય તેઓ દ્વારા શાળાના વિદ્યાર્થીમિત્રોને શીખંડ ભોજન કરવવામાં આવેલ.અને તેઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના મદદનીશ શિક્ષક બગથરિયા નીતલબેન,પરમાર નીતાબેન દેશાણી પ્રિતી બેન, ભણવડિયા સીમાબેન, ડોડીયા ભાવસિંહભાઈ અને સૌ વિદ્યાર્થી મિત્રો એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ.કાર્યક્રમની આભાર વિધિ દેશાણી પ્રિતીબેન દ્વારા કરવામાં આવેલ પ્રતિભા સન્માન કાર્યક્રમ ,વાલી મિટિંગ, ધોરણ આઠ, વિદાય કાર્યક્રમને સુંદર રીતે સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય અનસુયાબેન દ્વારા બી.આર.સી કોર્ડીનેટર સતિષભાઈ કપુરિયા સાહેબ, મોટા વડાળા સી.આર.સી કોર્ડીનેટર જાડેજા શિવપાલસિંહ, ગ્રામ્ય આગેવાનો, એસએમસી અધ્યક્ષ એસએમસી સભ્યો ગામના વિદ્યાર્થીઓના વાલીઓ ,ગ્રામજનો શાળાના સ્ટાફગણ વિદ્યાર્થી ગણ સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ .

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!