સુરત થી પેડલ ફોર હેલ્થ નાં સંદેશ સાથે સિદસર ઉમિયા માતાજીના દર્શને નિકળેલા 60 સાયક્લિસ્ટો ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચ જિલ્લા ના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યું…..
સમીર પટેલ, ભરૂચ
સુરત થી સિદસર ઉમિયા ધામ સાયકલ યાત્રામાં નિકળેલા આસ્થા સાયક્લિંગ ગ્રુપ નાં સભ્ય રાકેશ ભાઈ તથા નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રા માં 15 વર્ષનાં તરૂણ થી 62 વર્ષની ઊંમરસુધી નાં 60 સાયકલિસ્ટ સામેલ છે જેમનો મુખ્ય ઉદ્દેશ પેડલ ફોર હેલ્થ, પ્રદુષણ મુક્ત ભારત તથા ફિટ ઈન્ડિયા હિટ ઈન્ડિયા ના પ્રચાર પ્રસાર માટે છે….
આ ઊપરાંત સુરત થી સિદસર સાયકલ યાત્રા નો મુખ્ય ઉદ્દેશ તંદુરસ્ત જીવન નો છે જે સાયક્લિંગ દ્વારા જ તંદુરસ્ત રહી શકીએ આટલા માટે ધર્મની સાથે સાયકલ જોડી ઉમિયા માતાજીના દર્શને નિકળેલા 60 સાયકલિસ્ટોની આ સાયકલ યાત્રા 29 સપ્ટેમ્બર 2024 નાં રોજ વહેલી સવારે સુરત થી નિકળી રોજનું આશરે 120 km જેટલું સાયક્લિંગ કરી 3 ઓક્ટોબર નાં રોજ ટોટલ 571 km જેટલું સાયક્લિંગ કરી નવલી નવરાત્રિના પ્રારંભે સિદસર માં ઉમિયામાતા નાં ધામ પહોચશે…
આ સાયકલ યાત્રા નાં સ્વાગત/ સન્માન સમારોહ દરમિયાન ભરૂચ જિલ્લા ના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે આ સાયકલ યાત્રા શ્રી ઉમિયા માતાજી નાં આશીર્વાદ થી નિર્વિઘ્ન તથા સફળતા પૂર્વક પૂર્ણ થાય તેવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી….




