જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકા ના મેંદપરા ગામે દસ મા તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ ભેંસાણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોજાયો જેમાં બાર ગામો નો સમાવેશ કરવામાં આવ્યો જેમાં મેંદપરા . કરિયા, સામતપરા. પાટલા. વગેરે ગામોનો સમાવેશ કરવા માં આવ્યો હતો જેનો મુખ્ય હેતુ એ હતો કે છેવાળા ના ગામના ગરીબ કે આદિવાસી લોકો સરકાર ની યોજના ઓ નો લાભ અને સહાયતા નાગરિકો કે મળી રહે અને તેનો ઉકેલ સ્થળ પરજ નિકાલ કરવા માં આવ્યા હતા જેમાં મોટી સંખ્યા મા લોકો એ ભાગ લીધો હતો જેમાં વિવિધ વિભાગ ના અધિકારી ઓ હાજર રહ્યા હતા જેમાં. આવક ના દાખલા. જાતિના દાખલા. રેશનકાર્ડ. આધાર કાર્ડ. ઇ. કે વાય સી. તેમજ આરોગ્ય વિભાના પી. એમ. જે.વાય ના કાર્ડ. તેમજ કૃષિ. પશુપાલન. વન વિભાગ તેમજ તાલુકા પંચાયત વિભાગ તેમજ મામલતદાર કચેરી મા થતા તમામ સેવા નો લાભ બાર ગામ ના લોકો એ લીધો હતો જેમાં ખાસ ભેંસાણ મામલતદાર શ્રી આઇ. આર. પારગી ના અધ્યક્ષ સ્થાને સેવસેતું કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભેંસાણ મામલતદાર આઈ. આર. પારગી તેમજ એ. ટી. ડી. ઓ. ભાટુ સાહેબ તેમજ ભેંસાણ પી. એસ. આઈ. કાતરીયા સાહેબ તેમજ અમુક ગામો ના સરપંચો. તેમજ તલાટી કમ મંત્રી ઓ તેમજ રેવન્યુ તલાટી ઓ સહિત તાલુકા પંચાયત ના પ્રમુખ ગાંડું ભાઈ કથીરીયા સહિત મોટા પ્રમાણ મા પદ અધિકારીઓ હાજર રહ્યા હતા અને મેંદપરા ગામ ના સરપંચ અમીન ભાઈ સમા એ આવનાર તમામ અધિકારી તેમજ પદ અધિકારી ઓ ની જમવા સહિત તમામ વ્યવસ્થા કરી આપી હતી તેમજ તાલુકા ની મામલતદાર કચેરી ની ટીમ તેમજ તાલુકા પંચાયત કચેરી ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ