સાયલાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ રસ્તાઓ હજુ બિસ્માર હાલતમાં
આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો સાયલા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા દોડી ગયા..સુરેન્દ્રનગરના સાયલાના અનેક ગામડાંના રસ્તાઓ હજુ કમર તોડ જોવા મળે છે..10 ગામથી વધારે જોડતો આયા બોર્ડથી ,ચોરીવીરા તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બીસ્માર હાલતમાં.રસ્તા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય.રસ્તામાં ખાડાના કારણે વાહનચાલકો તથા લોકો પરેશાન…લોકોની માંગ વહેલી તકે તમામ રસ્તાઓ બનાવવામાં આવે..આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મામલતદાર કચેરીએ દોડી ગયા.સાયલા તાલુકાના સાયલા થી જસાપર તથા આયા બોર્ડથી ચોરવીરા થાન સુધીનો બિસ્માર રસ્તા ના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા..લોકોની સમસ્યાને વાંચા આપવા મયુરભાઈ સાકરીયા, રમેશભાઈ મેર દેવકણભાઈ જોગરાણા, અજીતભાઈ, ભરતભાઈ આલાણી ,મંકુભાઈ જીડીયા ,દાજીભાઈ, આંબાભાઈ મનસુખભાઈ વગેરે આગેવાનો દ્વારા સાયલા મામલતદાર શ્રી ને આવેદન આપી અને તાત્કાલિક અસરથી બંને રસ્તા બનાવવા માટે રજૂઆત કરવામાં આવી.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા