GUJARATJUNAGADHVANTHALI

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાલોટ ગામના ખેડૂત ભીખુભાઈ મકવાણા જુદા જુદા શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરીને ખેડુતો માટે માર્ગદર્શક બન્યા

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાલોટ ગામના ખેડૂત ભીખુભાઈ મકવાણા જુદા જુદા શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરીને ખેડુતો માટે માર્ગદર્શક બન્યા

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્રારા અવાર-નવાર વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહયા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાલોટ ગામના પ્રાકૃતિક ખેડૂત ભીખુભાઈ મકવાણા જુદા જુદા શાકભાજીની ખેતી કરીને અન્ય ખેડુતો માટે માર્ગદર્શક બન્યા છે.ભીખુભાઈ પ્રાકૃતિક ખેતી માટેની શરૂઆત વર્ષ ૨૦૧૮ થી કરી હતી. જેમાં શરૂઆતના સમયમાં એક એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી હતી. ત્યારબાદ તેમણે જૂનાગઢ આત્મા પ્રોજેક્ટ દ્વારા રાજ્યપાલ શ્રી ના ફાર્મની મુલાકાત લીધી હતી અને તેમણે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમણે પોતાની જમીનમાં કાર્બન માટેની તપાસ કરતા ખૂબ જ ઓછી માત્રામાં કાર્બનની હાજરી જોવા મળી હતી. જેને જોતા પ્રાકૃતિક ખેતી અંતર્ગત જીવામૃત વાપરવાની શરૂઆત કરી હતી. સમય સાથે આજે પ્રાકૃતિક ખેતી અંતર્ગત જીવામૃત, ઘન જીવામૃત શેરડી અને એરંડીના ખોળ વગેરેના ઉપયોગ દ્વારા ૧૬ વીઘા જમીનમાં ખૂબ જ સારા પ્રમાણમાં કાર્બનનો વધારો જોવા મળ્યો છે. ઉપરાંત પ્રાકૃતિક ખેતીમાં નેટ હાઉસ દ્વારા એક એકર જેટલી જગ્યામાં અંદાજે ૨૪ થી ૨૪ લાખના ખર્ચ થી નેટ હાઉસમાં ઉત્પાદન મેળવે છે. આ નેટ હાઉસ માટે સરકારશ્રી દ્વારા ૫૦% સહાય પણ મળેલી છે. જેમાં આજે જુદા જુદા શાકભાજીનુ ખૂબ જ સારી રીતે ઉત્પાદન મેળવે છે.ભીખુભાઈએ પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવતા કહ્યું હતું કે હું અત્યારે પ્રાકૃતિક ખેતી થી જોડાયેલો છુ. અને અલગ અલગ પાકનું વાવેતર કરી અને મારી જમીનમાં અત્યારે હું સારું એવું ઉત્પાદન મેળવું છું. આજે ખેડૂતો જે રસાયણયુક્ત ખાતરોના ઉપયોગ દ્વારા શાકભાજી ઉત્પાદન થાય છે તેનાથી ડાયાબિટીસ, કેન્સર, હદયરોગ જેવી મોટી મોટી બીમારીઓ અને બાળકોની તંદુરસ્તીને ખરાબ અસર કરે છે. ત્યારે પ્રાકૃતિક ખેતી એ જ એકમાત્ર રસ્તો છે. તેમણે ઉમેર્યુ હતુ કે , પ્રાકૃતિક ખેતી થકી બધા પાકોમાં સફળતા મળી છે ઉત્પાદનમાં વધારો છે, અને જમીની ફળદ્રુપતા પણ વધી છે.તેમણે ઉમેર્યુ હતુ કે, મારી પાસે ૧૬ વીઘા જમીન છે. જેમાં તુવેર,મગફળી અને જુદા જુદા શાકભાજીનુ ઉત્પાદન મેળવું છું. ઉપરાંત આજે મેં નેટહાઉસનો એક પ્રયોગ કર્યો છે. જેમાં મારા મુખ્ય પાક છે ટમેટા, કાકડી, ધાણા, મેથી જેમાં પણ હું પ્રાકૃતિક ખેતી કરી અને ઉત્પાદન મેળવું છું. જેમાં પણ જીવામૃત, ધન જીવામૃત અને નિમાસ્ત્ર જેવા બધા જરૂરિયાત પ્રમાણે અને પાકની અવસ્થા પ્રમાણે અલગ અલગ માપમાં ઉપયોગ કરું છું. જેનો લાભ મને સીધો મળે છે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન અને આરોગ્ય માટે સારું એવા પાકો તૈયાર કરીને સારું એવું ઉત્પાદન મેળવું છું. ઉત્પાદનમાં અત્યારે મારે હાલ ધાણા અને મેથીનું વાવેતર કરેલું છે. કાકડી અને ટામેટાનો ઓેફ સિઝનમાં ઉત્પાદન મેળવુ જેમાં મને બજાર ભાવ પણ સારા મળી રહે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા આજે ભીખુભાઈ અંદાજિત ૧૫ થી ૧૬ લાખ જેટલી વાર્ષીક આવક મેળવે છે.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!