DAHODGUJARATLIMKHEDA

લીમખેડા તાલુકાના ઉસરા આંગણવાડી પ્રાંગણમાં નાયબ નિયામક અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું

તા.૦૫.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા તાલુકાના ઉસરા આંગણવાડી પ્રાંગણમાં નાયબ નિયામક નેહા કંથારીયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું

દાહોદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે લીમખેડા તાલુકાના ઉસરા ખાતે નાયબ નિયામક નેહા કંથારીયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આંગણવાડીના પ્રાંગણમાં સ્ટાફ તેમજ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હતું  વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે નિયામક નેહા કંથારીયા એ જણાવ્યું હતું કે, પ્રકૃતિનું રક્ષણ આપણા સૌની સામુહિક જવાબદારી છે અને આવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબંધતા વ્યાપક બની શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં દાહોદ જિલ્લામાં વૃક્ષોનું જતન થાય અને શહેર લીલુછમ બને અને શહેરમાં હરિયાળી ક્રાંતિના દર્શન થાય તે માટે તમામ શહેરીજનો તેમજ ગ્રામજનોનો સહયોગ મેળવી તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે

Back to top button
error: Content is protected !!