ઈડર માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ ઉંચા મળતા ખેડૂતોમાં ખુશી માહોલ

ઈડર માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ ઉંચા મળતા ખેડૂતોમાં ખુશી આજે વહેલી સવારે 1789 થી થયેલી હરાજી
આજે વહેલી સવારે ઈડર એપીએમસી ખાતે અંદાજે 300 ઉપરોક્ત ટ્રેક્ટર તેમજ 70 થી 80 ઊંટગાડી સહિત ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ મગફળીનો લઈને આવેલ છે ત્યારે એપીએમસી ખાતે હરાજી ચાલુ કરતા પ્રવીણભાઈ દ્વારા ખૂબ જ સરસ ખેડૂતને ન્યાય મળે તે બાબતે એક એક રૂપિયાની હરાજીમાં શરૂ કરતાં આજે ઊંચામાં ઊંચી હરાજી વહેલી સવારની 1789 પડેલ છે હજુ ઘણા સાધનોની હરાજી બાકી છે ખુબ સરસ ઊંચા ભાવ મળવાથી ખેડૂતોમાં ખૂબ જ આનંદ વ્યાપેલ છે આજરોજ મારા પોતાનો ખેતરનો માલ ટ્રેક્ટર દ્વારા લાવેલ છું જેમાં હરાજી દરમિયાન મને 1582 રૂપિયા ભાવ મળેલ છે અને ઇડર ગંભીરપુરા જાયેલા વાળા માલ રાખેલ છે આમ ખેડૂત મિત્રોને સમાચાર મારફતે જણાવું છું કે આપનો માલ સરકારમાં ભરાવ્યા પહેલા એપીએમસી ખાતે જઈ સારા માલની હરાજીમાં ઊંચા મળવા સંભવ હોય આપનો માલ અવશ્ય હરાજી કરશો દિનેશભાઈ પી પટેલ મંત્રીશ્રી ચાર તાલુકા સમાજ ઈડર વડાલી ખેડબ્રહ્મા વિજયનગર પૂર્વ મંત્રી ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકો
જયંતિ પરમાર સાબરકાંઠા



