
પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

આજ રોજ ઉમરેઠ નગરમાં કેટલાય દિવસોથી ભારે ગરમીના બફારાથી લોકો હેરાન પરેશાન બાદ વરસાદી ઝાપટુ આવતા પ્રજાએ ઠંડકનો અહેસાસ કર્યો હતો.તો એક બાજુ ખેડૂતો માટે આ વરસાદી ઝાપટુ ચિંતાજનક હોય તેમ કેટલાય ખેડૂતો નાખુશ થયા છે કારણકે ડાંગરના ઊભા પાક ને તથા ડાંગરનો પાક ઉતાર્યા બાદ પણ નુકશાન ભોગવવાનો ભય રહે છે.એક ધાર્યા ઝાપટા પડયા બાદ થોડા જ સમયમાં વરસાદ શાંત પડતા ખેડૂતો એ રાહતનો શ્વાસ લીધો હતો.





