GUJARAT

ખેડૂતો યોજનાઓના લાભ ઓનલાઇન મેળવી શકશે

*જામનગરના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું*

*જામનગર તા.21 સપ્ટેમ્બર,* રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વર્ષ 2024-25 માટે આઈ ખેડૂત પોર્ટલ આજરોજ તા.21/09/2024 થી ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ અને ઘટકો જેવા કે ખેત ઓજારો, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટસ, સોલાર પાવર યુનિટ અને કીટ, વોટર કેરિંગ પાઈપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો આ તમામ સંસાધનો માટે આગામી 7 દિવસ સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે.

આગામી તારીખ 27/09/2024 સુધી ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકશે. તેની જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને ખાસ નોંધ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

*000000*

Back to top button
error: Content is protected !!