સાયલા ના ડોળીયા ગામે ડી.એ.પી ખાતર સાથે ફરજિયાત સલ્ફર પધરાવતા ખેડૂતોએ દુકાન બંધ કરાવી.રવિ પાકને વાવણીને ધ્યાનમાં લઇ ખેડૂતોને ડી.એ.પી ખાતર ન મળતા મુકાયા ચિંતા માં.દુકાનદારો કરી રહ્યા છે બેફામ કાળા બજાર.ખાતરનાં અછતને કારણે ડોળીયા ગ્રામજનો,તથા ખેડૂતો દ્વારા એગ્રોની દુકાન સામે હોબાળો મચાવી દુકાન બંધ કરાવી.ડોળીયા ખાતે આવેલ જય સિધ્ધનાથ કિસાન ટ્રસ્ટ દ્વારા ડી.એ.પી ખાતર સાથે જુનો સ્ટોક સલ્ફર ખાતર પધરાવતા લોકોએ મચાવ્યો હોબાળો.છેલ્લા ઘણા સમયથી ઝાલાવાડ પંથકમાં ડી.એ.પી ખાતર ની અછત.દરેક એગ્રો દુકાનવાળા ખેડૂતો સાથે ગેરરીતિ આચરતા હોય તેવા આક્ષેપો આવ્યા સામે.ડી.એ.પી ખાતર સાથે સલ્ફર પધરાવતા આજુબાજુના ખેડૂતો તથા ગ્રામજનો એકઠા થઈ જય સિધ્ધનાથ કિસાન ટ્રસ્ટ ની દુકાન બંધ કરાવી.સરકાર તથા સ્થાનિક ધારાસભ્ય પાસે ખેડૂતોની માંગ છે કે ડી.એ.પી ખાતર નો પૂરતો સ્ટોક મળે જેથી રવિ પાકનું વાવેતર કરી શકીએ.
અહેવાલ,,, જેસીંગભાઇ સારોલા સાયલા
«
Prev
1
/
91
Next
»
મોરબી મણીમંદિર દરગાહ ડિમોલેશન બાદ જિલ્લા પોલીસ અધિક્ષકે અગત્યની માહિતી આપતા જણાવ્યું કે.....
મોરબીમાં મણીમંદિરના પરિસરમાં આવેલ વિવાદિત દરગાહનું તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું
MORBIમાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુષણ સામે કડક અમલવારી કરવા SC સમાજે પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું