હિંમતનગરમાં હૂડા હટાવો જમીન બચાવોના નારા સાથે ખેડૂતોનું મહાસંમેલન યોજાયું
હૂડા રદ નહીં થાય તો આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર ની ચીમકી

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે હૂડામાં હિંમતનગર આસપાસના ૧૧ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો આ ૧૧ ગ્રામપંચાયતનાં ૧૮ ગામના લોકો વિરોધ કરી રહ્યા છે આ વિરોધને લઈને આજે હિંમતનગરમાં નેશનલ હાઈવે ૪૮ પર આવેલા કાંકરોલ પાસેના સ્વાગત પાર્ટી પ્લોટમાં ખેડૂતોનું મહાસંમેલન યોજાઈ ગયું હતું આ સંમેલનમાં મોટી સંખ્યામાં ૧૮ ગામોના ખેડૂતો તેમના પરિવાર અને સગા સંબંધીઓ સાથે આવી પહોંચ્યા હતા
ટ્રેકટરો ભરીને હજારો ખેડૂતો મહાસંમેલનમાં આવી પહોંચ્યા
ખેડૂત મહાસંમેલનમાં ૧૮ ગામના ખેડૂતો તેમના પરિવારો સાથે આવ્યાં હતા. પાર્ટી પ્લોટ ખાતે ૧૫ હજાર ખુરશીઓ ગોઠવવામાં આવી હતી, અને હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આખેઆખા ગામના તમામ જ્ઞાતિના ખેડૂતો તેમના પરિવારો સાથે ટ્રેક્ટર ભરી ભરીને મહાસંમેલનમાં પહોંચ્યા હતા આ બધા ખેડૂતો એક જ નારો લગાવી રહ્યા હતા કે “હૂડા હટાવો જમીન બચાવો”
૪૦ ટકા જમીન નાણાકીય વળતર વિના કપાઈ જવાનો ભય
હિંમતનગરના ખેડૂતોનો વિરોધ શહેરી વિકાસના વિરોધમાં નહીં પરંતુ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ હેઠળ આવતી ટાઉન પ્લાનિંગ (ટી.પી) સ્કીમની જોગવાઈઓ સામે છે આ જોગવાઈઓ હેઠળ ખેડૂતોની ૧૦૦ ટકા જમીનમાંથી ૪૦ ટકા જમીન જાહેર હેતુઓ માટે નાણાકીય વળતર વિના કપાતમાં જઈ શકે છે.
ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે તેમની આજીવિકા મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે જો હૂડામાં ૪૦ ટકા જમીન કપાત જશે તો બાકીની ૬૦ ટકા જમીનમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું તેમને મુશ્કેલ બનશે અગાઉ અમદાવાદ કે સુરત જેવા શહેરોમાં જમીનના ભાવ વધ્યા હતા જેથી ૪૦ ટકા કપાત બાદ પણ ખેડૂતોને ફાયદો થયો હતો પરંતુ હિંમતનગરમાં મોટાભાગના લોકોનું જીવન ખેતીવાડીની જમીન પર નિર્ભર હોવાથી આ જોગવાઈનો ઉગ્ર વિરોધ થઈ જોવા મળી રહ્યો છે.
વરસતા વરસાદમાં પણ ખેડૂતો બેસી રહી આગેવાનોને સાંભળ્યા
આ ખેડૂત મહાસંમેલનમાં ખાનગી પાર્ટી પ્લોટ ખાતે ૧૫ હજાર ખુરશીઓ ગોઠવવામાં આવી હતી જે તમામ ભરાઈ ગઈ હતી અન્ય ખેડૂતો ઉભા રહ્યા હતા ૧૮ હાજર જેટલા ખેડૂતોએ વરસતા વરસાદમાં પણ બેસી રહ્યા અને મહાસંમેલનના આગેવાનોને સાંભળ્યા હતા સંકલન સમિતિના સભ્ય ઉત્સવ પટેલના આહવાન પર હજારો ખેડૂતો હાથ ઊંચા કરી એક સાથે ‘જય જવાન જય કિસાન’ અને ‘હૂડા હટાવો જમીન બચાવો’ના નારા લગાવ્યા હતા.
કાંકણોલ અને નવાગામના આક્રોશ સંમેલન પહેલાં અસરગ્રસ્ત ગામોમાં ઉગ્ર માહોલ જોવા મળી રહ્યો છે કાંકણોલના ડેપ્યુટી સરપંચ બિરેન પટેલે ચેતવણી આપી છે કે જો હૂડા રદ નહીં થાય તો આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર થશે જ્યારે નવાગામના ગેટ પર હૂડાને સમર્થન આપતા રાજકીય નેતાઓને પ્રવેશબંધીના મોટાં બેનરો લગાવવામાં આવ્યાં છે ગામના ક્ષત્રિય સમાજના લોકોએ સ્પષ્ટ કહી દીધું છે કે અમે ખેડૂત ખાતેદાર છીએ જો હૂડા રદ નહીં થાય તો આવનારી ચૂંટણી અમે જ તમને હરાવવા નીકળી પડીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
બોક્ષ:-સંકલન સમિતિના સભ્ય ઉત્સવ પટેલે હૂડા મામલે શું કહ્યું
(આ ખેડૂતસંમેલનમાં હૂડા રદ કરવાની માંગ સાથે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે સંકલન સમિતિના સભ્ય ઉત્સવ પટેલે કહ્યું કે હૂડાએ હૂડા લાવવાવાળાઓને હટાવવા માટે હિંમતનગર તાલુકાના તમામ ખેડૂતો અમારી સાથે છે અમે ૧૫ દિવસમાં હૂડા રદ્દ કરવાનું અલ્ટીમેટમ આપીએ છીએ જો હૂડા રદ્દ કરવામાં નહીં આવે તો અમે નેતાઓનો ઘેરાવ કરીશું અને ગાંધીનગર ઉપરાંત દિલ્હી જઈ





