
તા.૦૬.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર

Dahod:દાહોદ જિલ્લામાં એમ.જી.વી.સીએલ.દ્વારા વાવાઝોડા દરમ્યાન પડી ગયેલ વીજ થાંભલા માટેની કરવામાં આવતી યુદ્ધના ધોરણે કામગીરી
દાહોદ જિલ્લામાં ગતરોજ રાત્રે આવેલ વાવાઝોડા દરમ્યાન અનેકો ગામોમાં વીજળીના થાંભલા પડી જતાં વીજ પોલને નુકસાન થયું હતું. જેથી કરીને વીજ પુરવઠો બંધ થતાં અનેકો ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. પરંતુ વીજ કંપનીના કર્મચારીઓના આ કટોકટીના સમયે અગમચેતીના પગલાં લઈને તાત્કાલિક ધોરણે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ફરીથી કાર્યરત કરવા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ તૂટેલા વીજ પોલને યુદ્ધ ધોરણે ઊભા કરવાની કામગીરી હાલ ચાલી રહી છે




