વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
જામનપાડા ગામની ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદ માટે થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ જુના, નિષ્ઠાવાન અને કર્મઠ કાર્યકર્તા શ્રી ધીરૂભાઈ મહાલાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગામના વિકાસ પ્રત્યે સતત લાગણી અને પક્ષ પ્રત્યે વર્ષોથી અપાર સમર્પણ આપતા હોવાથી કાર્યકર્તાઓ તથા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.આ પ્રસંગે ગામના સરપંચશ્રી કોકીલાબેન પટેલ, સરપંચ પતિ શ્રી કરસનભાઈ પટેલ તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામના હિત અને વિકાસકાર્યમાં મળીને આગળ વધવાનો સંકલ્પ સૌએ વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત ખેરગામ ભાજપ પ્રમુખ શ્રી લિતેશભાઈ ગાંવિત, મહામંત્રીશ્રીઓ શ્રી ચેતનભાઈ પટેલ અને શ્રી વિજયભાઈ રાઠોડ, તેમજ યુવા મહામંત્રી શ્રી સુરજ પટેલ વિશેષ ઉપસ્થિત રહી ધીરૂભાઈ મહાલાનીને અભિનંદન પાઠવ્યા હતા.હાજર મહાનુભાવોએ જણાવ્યું હતું કે જામનપાડા ગામના સર્વાંગી વિકાસ માટે પક્ષ સદૈવ પ્રતિબદ્ધ છે.ડેપ્યુટી સરપંચ તરીકે ધીરૂભાઈ મહાલાનીની પસંદગી ગામને મજબૂત નેતૃત્વ આપશે.ભવિષ્યમાં ગામમાં આવનારા વિકાસ પ્રકલ્પોને વેગ આપવા સૌ એકજૂટ રહી કાર્ય કરશે.