AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ:-સંતોકબા ધોળકિયા વિધામંદિરના ૨૭ વિદ્યાર્થીઓ NEETમાં ક્વોલિફાય, ૨ IITમાં..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામ પ્રતિ વર્ષે શિક્ષણ ક્ષેત્રે એક નવો કીર્તિમાન સ્થાપિત કરે છે.સંતોકબા ધોળકિયા વિધામંદિર માલેગામ શાળાના કુલ ૨૭ વિદ્યાર્થીઓએ NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેડિકલમાં ક્વોલિફાય થવામાં સફળતા મેળવી છે.આ તમામ ૨૭ વિદ્યાર્થીઓ આદિવાસી સમાજના હોવાથી આ સિદ્ધિનું મહત્વ અનેકગણું વધી જાય છે.આ ઉપરાંત, ગત વર્ષે અવિરાજ ચૌધરીએ IITમાં પ્રવેશ મેળવી ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતુ. ત્યારે આ વર્ષે પણ વધુ બે વિદ્યાર્થીઓએ IITમાં પ્રવેશ મેળવીને ડાંગ જિલ્લા સહિત સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.જેમાં દિવ્યેશ વાલસનભાઈ ગાયકવાડ (ગારખડી) IIT રુડકીમાં અને ધ્રુવ હરીશભાઈ ગાવિત (આહવા) IIT ગોવામાં પ્રવેશ મેળવી ડાંગનું નામ રોશન કર્યું છે.શાળાની આ અસાધારણ સફળતા બદલ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં મેનેજિંગ ટ્રસ્ટી અને સાંસદ ગોવિંદકાકા ધોળકિયા, પ્રમુખ કેશુભાઈ ગોટી, શિક્ષણ મંત્રીઓમાં ડૉ. કુબેરભાઈ ડીંડોર અને  પ્રફુલભાઈ પાનશેરિયા, રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ, સંસદસભ્ય પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, કપરાડાનાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા નો સમાવેશ થાય છે. આ તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.NEETમાં ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓ પૈકી વિવેક ચૌધરી, સુજલ પવાર, હર્ષ શાબળે, વિનેશ ગાંગોડા, નીરવ બાગુલ અને ગણેશ ગાયકવાડ MBBSમાં પ્રવેશ મેળવવા જઈ રહ્યા છે. અન્ય વિદ્યાર્થીઓ BAMS, BHMS અને ડેન્ટલ જેવા ક્ષેત્રોમાં પ્રવેશ મેળવીને આરોગ્ય સેવાઓમાં પોતાનું યોગદાન આપશે.સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામ (સાપુતારા)ની આ સિદ્ધિ ડાંગ જિલ્લામાં શિક્ષણના સ્તરને ઉંચો લાવવામાં અને આદિવાસી સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે..

Back to top button
error: Content is protected !!