GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના ખેડૂતો સહાય પેકેજમાં અરજી કરવા માટે ઝડપ કરે, સમય પુર્ણતાને આરે..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૫: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના દ્વારા રાજ્યમાં ખરીફ-૨૦૨૫ ઋતુમાં ઓકટોબર માસમાં થયેલ કમોસમી વરસાદને કારણે ઉદભવેલી અસાધારણ પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્યનાં ૩૩ જિલ્લામાં થયેલ પાક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા ‘કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-૨૦૨૫’ જાહેર કરવામાં આવેલ છે.

આ પેકેજમાં નવસારી જિલ્લાના તમામ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. ખરીફ ઋતુ ૨૦૨૫માં વાવેતર હેઠળ પાકોમાં જેમાં ૩૩% કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે રૂ. ૨૨,૦૦૦/- પ્રતિ હેક્ટર લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે.

આ પેકેજમાં સમાવેશ થયેલ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં વાવેતર હેઠળના પાકોમાં થયેલ પાક નુકશાની વાળા અસરગસ્ત ખેડૂતોએ આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે KRP પોર્ટલ પર અરજી કરવાનો સમયગાળો તારીખ : ૧૪/૧૧/૨૦૨૫ના રોજ બપોર ૧૨:૦૦ કલાક થી ૧૫ દિવસ સુધી ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન VCE/VLE મારફત જ કરવાની રહેશે. આ નિયત સમય મર્યાદા પુર્ણ થયા બાદ સહાય માટે અરજીઓ થઇ શકશે નહી. આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે પાક નુકશાની વાળા અસરગસ્ત ખેડૂતો પાસે ઓનલાઈન ડીજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવા માટે હવે ખુબ જ ઓછો સમય બાકી હોય જિલ્લાના પાક નુકશાની વાળા અસરગસ્ત ખેડૂતોને સહાય માટેના ફોર્મ ભરવા માટે તાકિદ કરવામા આવે છે.

વધુ જાણકારી માટે ગામના તલાટી કમ મંત્રી/ગ્રામસેવક, વી.સી.ઈ. તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી)/ તાલુકા વિકાસ અધિકારીશ્રી/મામલતદારશ્રીનો સંપર્ક કરવા નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવવમાં આવ્યુ છે.

 

Back to top button
error: Content is protected !!