GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: કૃષિ રાહત પેકેજ બદલ હર્ષ ની લાગણી વ્યકત કરતા ચીખલી તાલુકાના ફડવેલ ગામના ખેડૂતો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

હાલમાં ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રૂ.૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ નિર્ણયને નવસારીના જિલ્લાના ખેડૂતોએ આવકાર્યો છે.
રાહત સહાયના નિર્ણય વિશે હર્ષ વ્યક્ત કરતા નવસારીના  જિલ્લાના ચીખલી તાલુકાના ફડવેલ ગામના ખેડૂત શ્રી કૌશિકભાઈ પટેલ તથા જયેશભાઈ પટેલે રાજ્ય સરકારશ્રીના કૃષિ રાહત પેકેજને આવકાર્યો હતો તથા આવા આકરા સમયમાં મુખ્યમંત્રીશ્રીએ જે પેકેજ જાહેર કર્યું એ બદલ  મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!