મહીસાગર પોલીસે 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

અમીન કોઠારી મહીસાગર…
મહીસાગર પોલીસે
5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ગ્રામ વિસ્તારમાં એક
ચકચારી ઘટના સામે આવી છે.
અહીં 5 વર્ષની બાળકી સાથે તેના કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ તેણે બાળકીને ખેતરમાં છોડી દીધી હતી. જ્યારે બાળકી વેદનાથી રડતી હતી. જેની હાલત બગડતાં તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડાઈ હતી.
જેને લઈને પોલીસ મથક ખાતે ફરીયાદ નોંધાઈ હતી
પોલીસને ફરિયાદ મળતાં જ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી.
આરોપી જંગલ વિસ્તારમાં રહેતો હોવાથી તેને શોધવામાં પોલીસને મુશ્કેલી પડી હતી.
જોકે, ટેકનોલોજી અને માનવ સ્રોતનો ઉપયોગ કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી લીધો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.




