BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

એગ્રીસ્ટેક-ફાર્મર રજિસ્ટ્રી અન્વયે ખેડૂત નોંધણીમાં ટેકનિકલ ખામીને લીધે પોર્ટલ પણ અરજી ન થવા બાબતે જિલ્લાના ખેડૂતોને નોંધ લેવાં અનુરોધ

 

સમીર પટેલ, ભરૂચ
****
ભરુચ – મંગળવાર – ભારત સરકાર દ્વારા Digital Public Infrastructure for Agriculture ના ભાગરૂપે Agristack Project અમલમાં મુકેલ છે. Agristack Project હેઠળ રાજ્યના તમામ ખેડુતોના આધાર લીંક રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી અમલી કરેલ છે. તા. ૧૫/૧૦/૨૦૨૪ થી રાજયમાં તમામ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ મોડ મારફત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. હાલમાં ગુજરાત રાજયનું ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર આવેલ ટેકનિકલ ખામીને કારણે રજીસ્ટ્રેશન થઈ શકતું નથી. આથી પોર્ટલ પરની ખામી દૂર કરી પોર્ટલ કાર્યરત કરાતા વિવિધ દૈનિક સમાચારપત્રો તથા સોશિયલ મીડિયા મારફત તેની જાણ કરવામાં આવશે.જેની નોંધ લેવા ભરૂચ જિલ્લાના સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે. તેમ ખેતી નિયામક ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્રારા મળેલી એક અખબારી યાદીમા જણાવામાં આવ્યું હતું.

****

Back to top button
error: Content is protected !!