GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના ખડકી ગામે ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરતા કરંટ લાગતા ૨૧ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત.
તારીખ ૧૧/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ખડકી ગામે છગનની મુવાડી ખાતે રહેતા સંગીતાબેન રયજીભાઈ ગોહિલ પોતાનુ મકાન બનાવતા બીમ ભરેલો હોવાથી બીમને પાણી છાંટવા માટે મોટર ચાલુ કરવા જતા કરંટ લાગતા તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મરણ થતાં વેજલપુર પોલીસ મથકે રયજીભાઈ શંકરભાઈ ગોહિલ દ્વારા જાણ કરાતા પોલીસે અકસ્માત મોત ની નોંધ કરી ઇન્ચાર્જ ડીવાયએસપી હાલોલ બી.એલ દેસાઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.