ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ : તાલુકા સંઘ વિતરણ સેન્ટર પર યુરિયા ખાતર મુદ્દે ખેડૂતોનો હોબાળો- ખેડૂતો ગોડાઉનનું લોક તોડી પાડ્યું, પોલીસ ઘટના સ્થળે પહોંચી

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મેઘરજ : તાલુકા સંઘ વિતરણ સેન્ટર પર યુરિયા ખાતર મુદ્દે ખેડૂતોનો હોબાળો- ખેડૂતો ગોડાઉનનું લોક તોડી પાડ્યું, પોલીસ ઘટના સ્થળે પહોંચી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં યુરિયા ખાતરની અછતને લઈને આજે સવારેથી જ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તાલુકા સંઘ વિતરણ સેન્ટર પર ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. પુરુષો અને મહિલાઓ બંને મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ગોડાઉન પાસે ભેગા થઈ ગયા હતા.પરંતુ વિતરણ સેન્ટર પર “આજે રજા”નું બોર્ડ દેખાતા ખેડૂતો ઉશ્કેરાઈ ગયા હતા. પરેશાન ખેડૂતો દ્વારા ગોડાઉનનું લોક તોડવાની ઘટના સામે આવી હોવાની માહિતી મળતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે યુરિયા ખાતર કેટલાક લોકો ધ્વારા રાજસ્થાન લઈ જવામાં આવી ત્યાં વહેંચવામાં આવે છે, જ્યારે સ્થાનિક ખેડૂતો છેલ્લા 15 દિવસથી ખાતર માટે ચક્કર કાપી રહ્યા છે. ખાતર વિતરણમાં ગેરરીતિના આક્ષેપો સાથે ખેડૂતો દ્વારા તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે

.

ગોડાઉન મેનેજરની પ્રાથમિક પ્રતિક્રિયામાં જણાવાયું છે કે:

“આ સરકારી સ્ટોક છે, તેથી સરકારી સ્તરે મંજૂરી મળશે ત્યારેજ ખાતરનું વિતરણ થઈ શકે.”

“હાલ બે ગાડી સરકારી સ્ટોક રિલીઝ કરવામાં આવ્યો છે, જેથી હવે યુરિયા ખાતરનું વિતરણ શરૂ કરવામાં આવશે.”

મેઘરજ વિસ્તારમાં યુરિયા અછતનો પ્રશ્ન ગંભીર બનતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, ખાસ કરીને ઘઉંની વાવણીના સમયગાળામાં ખાતરની ઉપલબ્ધતા ન થતા કૃષિ કાર્યમાં વિક્ષેપ સર્જાયો છે. સૂત્રો થી મળતી માહિતી મુજબ હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોડાઉન ખાતે ખાતરનું વિતરણ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

Back to top button
error: Content is protected !!