GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં બે જગ્યાએ જીએસટી ટીમના દરોડા
MORBI:મોરબીમાં બે જગ્યાએ જીએસટી ટીમના દરોડા
મોરબીના સીરામીક એમ્પાયર નામની ઓફિસ પર અને ખોખરા હનુમાન મંદિર પાસે આવેલ આઇકોલેકસ સિરામીકમાં જીએસટી ટીમે બે સ્થળે ધામા નાખી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક એમ્પાયર નામની ઓફીસ તેમજ ખોખરા હનુમાન મંદિર પાસે આવેલ આઈસોલેક્સ સિરામિક એમ બે સ્થળે જીએસટી ટીમે રેડ કરી છે અને જીએસટી ટીમ દ્વારા બંને સ્થળે સવારથી તપાસ કરવામાં આવી રહી છે સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતાઓ રહેલી છે હાલ ટીમોએ સાહિત્ય કબજે લીધું છે સિરામિક એમ્પાયર પર અગાઉ પણ દરોડા પડી ચુક્યા હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું હાલ મોરબી અને ગાંધીધામની ટીમ બંને સ્થળે તપાસ ચલાવી રહી છે





