GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-જાંબૂડી ખાતે કૂવામા પડેલી પુત્રવધૂને બચાવા સસરા કૂદયા,પૂત્રવધૂનૂ કરુણ મોત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૭.૨૦૨૪

હાલોલના જાંબુડી ખાતે એક પુત્રની માતાએ કોઈ અગમ્ય કારણોસર 40 ફૂટ કરતા વધારે ઉંડા કુવામાં આત્મહત્યા કરવા કૂદી પડતા પરણિતાના સસરા એ પોતાના પુત્રવધુ ને કુવામાં પડતા દેખતા તેઓ પણ તેને બચાવવા કુવામાં કૂદી પડ્યા હતા.સસરા અને વહુ કુવામાં પડ્યા હોવાને લઇ બુબાબુમ થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને હાલોલ ફાયર ફાઈટર ની ટીમને જાણ કરતા તેઓ વીજળીક ગતિ એ આવી પોહચી કુવામાં પડી ગયેલા સસરા અને વહુ ને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળ બન્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ પરણિતાનો પાણીમાં શ્વાસ રૂંધાતા તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ ને જાણ થતા તે ઘટના સ્થળે દોડી આવી પ્રાથમિક તપાસ કરી અકસ્માત મોત નો ગુનો નોંધી પરણિતાના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ કરી તેના પરિવાર ને સોંપ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલના જાંબુડી ખાતે રહેતા અશ્વિનભાઈ અલસીંગભાઈ રાઠવા ના આશરે ત્રણ વર્ષ પહેલા વડાતળાવ ના બારીયા ફળિયામાં રહેતા રીન્કુબેન દિનુભાઈ રાઠવા સાથે પ્રેમ લગ્ન થયા હતા.રીન્કુ અને અશ્વિન ના લગ્ન જીવન દરમ્યાન એક પુત્ર રેહાન છે. ગત રોજ રાત્રીના આઠ વાગ્યા ના સમય ગાળા દરમ્યાન રીન્કુ ને કોઈ બાબતનું લાગી આવતા અગમ્ય કારણોસર ગામ માં આવેલ 40 ફૂટ ઉંડા કુવમાં આત્મહત્યા કરવાને ઇરાદે કૂદી પડી હતી.તે કુવામાં કૂદી પડતા તેના સસરા અલસીંગભાઇ જોઈ જતા તે પણ તેને બચાવવા માટે કુવામાં કૂદી પડ્યા હતા.જેને લઇ બુમાબુમ થતા લોકો બનાવ સ્થળે એકત્રિત થઇ ગયા હતા. બનાવની જાણ હાલોલ ફાયર ફાઈટર ની ટીમને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કુવામાં કૂદી પડેલ સસરા અને વહુને બહાર કાઢવાની રેસ્કયુ કામગીરી હાથ ધરી હતી. રાત્રીનો અંધકાર હોવા છતાં ફાયર ની ટીમે ભારે જેહમત બાદ બંને ને કુવા માંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. પરંતુ રીન્કુ નું પાણીમાં શ્વાસ રૂંધાતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ ને જાણ થતા તે ઘટના સ્થળે દોડી આવી પ્રાથમિક તપાસ કરી રીન્કુના ના પરિવાર જાણો એ બનાવ અંગે જાહેરાત આપતા તેના આધારે પોલીસે હાલ અકસ્માત મોત નો ગુનો નોંધી પરણિતાના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ કરી તેના પરિવાર ને સોંપ્યો હતો.

Back to top button
error: Content is protected !!