અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ : અરવલ્લી જિલ્લાના અધિકારીઓને બ્રહ્મજ્ઞાન થતા 36 જેટલા એકમોમાં તપાસ હાથ ધરી, સિસ્ટમના સેટિંગમાં જ મોટા ભાગના મગરમચ્છ બચી જતા હોય છે એનું શું…?
ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 21નાં મોતની ઘટના બાદ, અરવલ્લી જિલ્લાના અધિકારીઓને બ્રહ્મજ્ઞાન થતા 36 જેટલા એકમોમાં તપાસ હાથ ધરી હતી જિલ્લા સેવાસદનમાં જ ફાયર સિસ્ટમ નથી એનું શું..! ચર્ચાઓ ચારેકોર જામી
બનાસકાંઠાના ડીસા ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 21 શર્મિકોના મોત નિપજ્યા હતા.આવી જ એક ઘટના વર્ષ 2023 માં મોડાસા-હિંમતનગર હાઇવે રોડ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી જેમાં 4 શ્રમિકોના મોત નિપજ્યા હતા.અને 23 જેટલા વાહનો ભડથું થયા હતા અને ફટાકડાના કારખાનાના માલિક સામે ગુન્હો નોંધાયો હતો ઘટનાના થોડા મહિનાઓ બાદ સા અપરાધના આરોપીએ ફરી ધંધો ધમધમવા કર્યો હતો.ડીસા ની ઘટના બાદ હરકતમાં આવેલા અરવલ્લી જિલ્લાના જવાદાર અધિકારી સહિત ટીમે મોડાસા સહિત અલગ અલગ 36 જેટલા એકમોમાં ચેકીંગ કર્યું હતું.પરંતુ લોક ચર્ચાએ એ જોર પકડ્યું છે કે અરવલ્લી જિલ્લા સેવા સદનમાં જ ફાયર સિસ્ટમ ન હોવાને લઇ સવાલો ઉઠ્યા છે.બીજી બાજુ આગ અગમ્ય કારણોસર ગમેત્યારે ગમેતે જગ્યાએ લાગી છે ત્યારે જવાદાર તંત્ર એ માત્ર ફટાકડાના એકમોમાં જ ચેકીંગ હાથ ધરી સંતોષ માન્યો હતો. હાલ પણ મોડાસા શહેરમાં મોટામોટા કોમ્પ્લેક્સ પણ ફાયર સેફટી વિના ચાલતા હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે.જયારે આવી આગની ઘટના બને ત્યારે જ તંત્ર જાગે છે.પરંતુ પહેલા જ તંત્ર જાગેલું હોય તો આગની ઘટનાઓ ઘટી શકે છે. ત્યારે મોડાસા શહેરમાં પણ અનેક જગાએ તપાસ કરવામાં આવે તો ફાયર સેફટી બાબતે કાર્યવાહી થઈ શકે છે. પેલી કહેવત છે કે પાણી વહેતા પહેલા પાર બાંધવી જરૂરી છે બીજી બાજુ સિસ્ટમના સેટિંગમાં જ મોટા ભાગના મગરમચ્છ બચી જતા હોય છે.