BHUJGUJARATKUTCH

આરટીઓ પાસે અંડરગ્રાઉન્ડ ટાંકાની ધરાશહી સ્લેબ ખુલી રાખી દેવાતા જાનહાનિનો ભય

ભુજ નગરપાલિકાની બેદરકારી નિર્દોષનો ભોગ લઈને રહેશે

રીપોર્ટ : બિમલ માંકડ | પ્રતિક જોશી

ભુજ : શહેરના આરટીઓ સર્કલ પાસે નગરપાલિકા હસ્તકના અંડરગ્રાઉન્ડ ટાંકાની સ્લેબનો ચાળીસેક ફૂટ જેટલો હિસ્સો ધરાશાહી થઈ ગયો છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા આ ટાંકાની તૂટેલી સ્લેબ ઢાંકવાની તસ્દી પણ ભુજ નગરપાલિકા દ્વારા લેવામાં આવી નથી. પરિણામે આકસ્મિક રીતે કોઈ વ્યક્તિ કે જનાવર પાણીથી છલોછલ ભરેલા આ ટાંકામાં ખાબકી મોતને ભેટે તેની રાહ નગરપાલિકા જોઈ રહ્યું હોય તેવું જણાય છે.

બીજીબાજુ સ્લેબનો મોટો હિસ્સો ધરાશાહી થઈ જતાં અંદર જીવાતો અને કચરાના ઢગને કારણે ટાંકાનું પાણી પીવા યોગ્ય ન હોય તેવું નરી આંખે દેખાઈ આવે છે. ત્યારે નગરપાલિકાના ભ્રષ્ટ કર્મીઓ દ્વારા પ્રજાહિતમાં નક્કર પગલાં લેવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યું.

Back to top button
error: Content is protected !!