મન કી બાત ના જીવંત પ્રસારણ માટે મહીસાગર જિલ્લાના રૈયોની ડાયનાસોર મ્યુઝિયમ ની પસંદગી થતા ગૌરવની લાગણી.
મન કી બાતના જીવંત પ્રસારણ માટે મહીસાગર જિલ્લાના રૈયોલી ડાયનાસોર મ્યૂઝિયમની પસંદગી થતાં ગૌરવની લાગણી
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાના માર્ગદર્શનમાં રૈયોલી ખાતે કાર્યક્રમનું સુચારું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મત કી બાત કાર્યક્રમ જનતા સાથે સીધી રીતે જોડાવાનો એક અલગ પ્રકારનો કાર્યક્રમ છે. પીએમ મોદી ભારતમાં બનતી વિવિધ સારી ઘટનાઓની નોંધ લઈ અને લોકોને પ્રેરણા મળે તેવી વાતો રજૂ કરે છે. ટોલ ફ્રી નંબર 1800-11-7800 અને નમો એપ પર તેઓ સૂચનો પણ મંગાવતા હોય છે અને તે સૂચનોનો પણ મન કી બાતમાં સમાવેશ કરતાં હોય છે. પીએમ મોદી સમાજ ઘડતરનું કામ, નવો પ્રયોગ, પ્રેરણાત્મક ઘટનાઓ તેમજ વ્યક્તિ વિશેષો, તહેવારોનો ઉલ્લેખ કરીને મન કી બાતને વધુ લાઈવ બનાવી છે અને આ કાર્યક્રમ જનતાનો અવાજ કે જનતા સાથે જોડાવાનો કાર્યક્રમ બની ગયો છે. આ કાર્યક્રમ મન કી બાતનો 120 મો એપિસોડ 30 માર્ચે આકાશવાણી પર થી પ્રસારિત થશે. દેશના જીવંત પ્રસારણ કરવાના પસંદગી થયેલા 17 સ્થળોમાંથી આ એપિસોડમાં ગુજરાત રાજયના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ મહીસાગર જિલ્લાના રૈયોલી ડાયનાસોર મ્યૂઝિયમની રાષ્ટ્રીય કક્ષાએથી પસદંગી થઈ છે ત્યારે જિલ્લા માટે આ ગૌરવની બાબત છે. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાના માર્ગદર્શનમાં રૈયોલી ખાતે વધુમાં વધુ સ્થાનિકો મન કી બાત કાર્યક્રમ નિહાળવા જોડાય તે રીતે સુચારું આયોજન થઇ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે 65 મિલિયન વર્ષ પ્રાચીન રૈયોલી ગામની ધરતી ગુજરાતના પ્રાગૈતિહાસિક યુગની સાક્ષી પુરે છે. દેશનું સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક ડાયનાસોર મ્યુઝીયમ વિશ્વના અનેક પ્રવાસીઓ, પુરાતત્વ વિદો અને વિષય નિષ્ણાતો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
આ સ્થળેથી પ્રધાનમંત્રીજી મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવું એક લહાવો બની રહેશે.