ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજમાં ખાતરનો મામલો ચરમસીમાએ, આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો સાથે રેલી અને વિરોધ પ્રદર્શન

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં ખાતરનો મામલો ચરમસીમાએ, આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો સાથે રેલી અને વિરોધ પ્રદર્શન –

 

મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીએપી ખાતરની ભારે અછતને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ખાતર માટે લાંબી લાઈનો લાગતા અને ખેડૂતોએ બે-બે દિવસથી ચક્કર ખાવા પડતા પરિસ્થિતિ ગંભીર બનતાં આજે આમ આદમી પાર્ટી (AAP) મેદાનમાં ઉતરી.AAP ગુજરાત સંગઠન મંત્રી જયદતસિંહ ચૌહાણની આગેવાનીમાં મેઘરજ ખાતે ખેડૂતો સાથે ખાતર ડેપોથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. સૂત્રોચાર અને બેનરો સાથે ખેડૂતોએ તંત્ર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

મામલતદાર કચેરી આગળ ખેડૂતો દ્વારા રામધુન કરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને મામલતદારને આવેદનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ત્રણ દિવસની અંદર ખાતરની અછતનું નિરાકરણ લાવવા માગણી કરવામાં આવી છે, નહીં તો ધરણા આંદોલન શરૂ કરવાની ચેતવણી આપવામાં આવી છે.ખાતરની અછતના કારણે ખેડૂતોની વાવણી અને ખેતરનાં કામકાજમાં વિલંબ થવાથી ચિંતાનો માહોલ સર્જાયો છે. ખેડૂતોના હિત માટે તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી માગ ઉઠી રહી છે.

Back to top button
error: Content is protected !!