હાલોલ:એમ.એન્ડ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં ઉદ્યોગસાહસિકતા વિકાસની તાલીમ યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૭.૨૦૨૫
શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત એમ.એન્ડ વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ ૧૪/૦૭/૨૦૨૫ થી ૧૮/૦૭/૨૦૨૪ દરમિયાન ઉદ્યોગસાહસિકતા વિકાસની તાલીમ યોજાઈ હતી.આ તાલીમ માં ગુજરાત સરકાર તેમજ EDII ના સહયોગથી પંચમહાલ તેમજ મહીસાગર જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.પ્રથમ દિવસે ઉદ્દઘાટન સમારંભમાં હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળના મંત્રી સમીરભાઈ શાહ, કોલેજના આચાર્ય ડો. યશવંત શર્મા, EDII ના પ્રોજેક્ટ મેનેજર હેતલભાઈ પાઠક,પ્રોગ્રામ કોર્ડીનેટર તૃપ્તિ પરમાર તથા કોલેજના નોડલ ઓફિસર ડો. નરેન્દ્રસિંહ રાજ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર હાજર રહ્યા હતા. આ તાલીમમાં વિદ્યાર્થીઓને પાંચ દિવસ ઉદ્યોગ સાહસિક બનવા માટે તેમજ ધંધો શરૂ કરવાથી માંડીને ધંધાનો વિકાસ અને વિસ્તરણ અંગે ના જુદા જુદા પાસાઓને આવરી લેતી બાબતો અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી.તાલીમાર્થીઓમા ઉદ્યોગસાહસિક તરીકે આવડત કેળવાય તે રીતે આ સમગ્ર તાલીમને વ્યાખ્યાન,જુદી જુદી બિઝનેસ ગેમ્સ તેમજ ધંધાકીય પ્રોજેક્ટ વગેરે દ્વારા તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવાનો હોય છે અને તેમાંથી પસંદ થયેલા પ્રોજેક્ટ રજુ કરનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ₹40,000 ધંધો શરૂ કરવા માટે સહાય તરીકે આપવામાં આવશે.આ સમગ્ર તાલીમના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ રસ પૂર્વક ભાગ લીધો અને અંતિમ દિવસે તાલીમાર્થીઓ એ તેમના અભિપ્રાયમાં જણાવ્યું કે તેઓએ ભાગ લીધેલ ઉદ્યોગ સાહસિક બનાવવા માટેની તાલીમ ખૂબ જ અગત્યની છે તેમજ ભવિષ્યમાં તેમને ધંધો શરૂ કરવા માટે ખૂબ જ મહત્વની સાબિત થશે.