બહેનો માટે વટવૃક્ષ સમાન જામનગરની સંસ્થામાં ઉત્સવ

*શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ – જામનગર ખાતે
ગરિમાપૂર્ણ રક્ષાબંધન પર્વ ઉજવાયું*
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે, રક્ષાબંધન પર્વ ભવ્ય અને ગૌરવપૂર્વક યોજાયું. આ મંગલ અવસરે ” સંસ્થા બંધુ ” તરીકે, જામનગર જિલ્લા સહકારી બેંક ના ચેરમેન અને જાણીતા સામાજિક અગ્રણી મા શ્રી જીતુભાઈ લાલ ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત અને સંસ્થા બંધુનો પરીચય આપતાં સંસ્થાના પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગરે સૌ ને પર્વ ની શુભકામનાઓ પાઠવી, શ્રી જીતુભાઈ લાલ ની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થી સૌ ને વાકેફ કર્યા હતાં અને તેમનું સૂત્રમાળા થી સ્વાગત કર્યું હતું. તેમણે સંસ્થા બંધુ તરીકે હજારો બહેનો ના આશીર્વાદ મેળવી ખૂબ પ્રગતિ થાય તેવી શ્રી જીતુભાઈ પ્રત્યે ભાવના વ્યક્ત કરી હતી.
રક્ષાબંધન પર્વ વિષે સંસ્થાના મા મંત્રી શ્રી હીરાબેન તન્નાએ પ્રાસંગિક ઉદબોધન માં પર્વ નું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ તેમણે સંસ્થા બંધુ શ્રી જીતુભાઈ લાલ ને રક્ષાસૂત્ર બાંધીને અંતરના આશિષ પાઠવ્યા હતા. ત્યાર પછી બહેનો એ અન્ય બંધુઓ ને રક્ષાસૂત્ર બાંધીને શુભેચ્છાઓ ની આપલે કરી હતી.
મા શ્રી જીતુભાઈ લાલે પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, ” આજના પવિત્ર દિવસે તમામ બહેનો ની રક્ષા કરવાનો સંકલ્પ લઈ, સમાજ માં ઉપેક્ષિત બહેનો ની જરૂરિયાત મુજબ મદદ કરી, આદર્શ સમાજ રચનાની સમજ આપી હતી.
આ પ્રસંગે સંસ્થા ના ટ્રસ્ટી મંડળ ના સભ્યો, કા. વા.સમિતિના સભ્યો, વિભાગીય વડાશ્રી તથા સમગ્ર કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ પરિવાર હાજર રહ્યો હતો.કાર્યક્રમ ને અંતે શ્રી ભાવિષાબેન એ આભાર વ્યક્ત કર્યો અને શ્રી હિનાબેન એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
.






