BANASKANTHAGUJARAT

પ્રજા માટે માથાના દુખાવા સમાન થરાના સર્વિસ રોડની સમસ્યાને લઈ કાંકરેજ ધારાસભ્ય અમરતજ઼ી સમર્થકો સાથે સાથે ધરણાં દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો..

પ્રજા માટે માથાના દુખાવા સમાન થરાના સર્વિસ રોડની સમસ્યાને લઈ કાંકરેજ ધારાસભ્ય અમરતજ઼ી સમર્થકો સાથે સાથે ધરણાં દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો..

થરાના સર્વિસ રોડ ઉપર પડતી હાલાકીને લઈ નેશનલ હાઈવે ઓથોરીટી સામે કાંકરેજ ધારાસભ્ય લાલધુમ.
—————————————-
પ્રજા માટે માથાના દુખાવા સમાન થરાના સર્વિસ રોડની સમસ્યાને લઈ કાંકરેજ ધારાસભ્ય અમરતજ઼ી સમર્થકો સાથે સાથે ધરણાં દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો..
—————————————
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાથી પસાર થતાં નેશનલ હાઈવે રોડની બંને સાઈડે બનાવેલા સર્વિસ રોડ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી પ્રજાના માથાના દુખાવા સમાન સર્વિસ રોડ ઉપર પડેલ મહાકાય ખખડ ધજ ખાડારાજ તેમજ નેશનલ હાઈવે ઉપર બંને બાજુ ઉપર પડેલ મહાકાય ખાડાઓના ત્રાસના કારણે તેમ પ્રજા હાહાકાર પોકારી ઉઠી છે.છતાં આંખો મિચીને ઉધરાવવામાં આવતો ટોલટેકસ બંધ કરવા મુદે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર,કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતી પ્રમુખ ગોપાળસિંહ સોલંકી,સહકાર અને સિંચાઈ સમિતિ બ.કાં.જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન પુરણસિંહ વાઘેલા, મોહ્યુદીન મોરવાડીયા,બલાજી રાઠોડ,કાંકરેજ તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ મહીપતસિંહ વાઘેલા, વદનજી જગાણી,રમેશજી ઠાકોર સહિત વિશાળ સંખ્યામાં કોગ્રેસ ના કાર્યકરોની સાથે ભલગામ ટોલપ્લાઝા પર આવેલ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફીસ આગળ વિવિધ સુત્રોચ્ચાર સાથે જેવા કે “રોડ નહી તો ટોલ નહી”, “જનતાને લુંટવાનુ બંધ કરો”ના બેનરો સાથે રેલી સ્વરૂપે ૨૭ મી ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ બપોરે ધરણાં યોજયા હતા.ત્યારબાદ ધારાસભ્ય અને કાર્યકરો રસ્તા રોકવાનો પ્રયત્ન કરવા જતાં પોલિસે ધટનાસ્થળે આવી ટીંગાટોળી કરી ધારા સભ્ય સહિત કાર્યકરોની અટકાયત કરી પોલિસ વાનમાં બેસાડી થરા પોલિસ સ્ટેશને લાવી કાર્યવાહી કરી છોડી દેવાયા હતા.આ બાબતે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે નેશનલ હાઈવે ઓથોરીટીના પ્રોજેકટ મેનેજરને સંબોધીને જનતાને પડી રહેલી હાલાકીને અનુલક્ષીને આવેદનપત્ર આપી આ બંને બાજુના સર્વિસ રોડ પરના ખાડારાજ અને નેશનલ હાઈવે ઉપર પડેલા મહાકાય ખાડાઓ તેમજ ટોલટેક્ષ નહી વસુલવા માટે તેમજ સત્વરે રીપેરીંગ કરવા માટે આવેદનપત્ર આપી રોડ અને ગટરો નવીન બનાવી આપવા માંગ કરી હતી. જનતાની માંગ નહી સંતોષાય તો આગામી આનાથી મોટુ જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

બોકસઃ-જનતાને પડતી મુખ્ય સમસ્યાઓ,

૧,કાંકરેજ વિધાનસભાની જનતા ની સમસ્યાઓનું સમયસર નિરાકરણ લાવવામાં નહિ આવે તો આવનાર સમયમાં આંદોલન તરફ વિચારણા કરવામાં આવશે.

૨, કાંકરેજ વિધાનસભાના થરા શહેર ના બંને સર્વિસ રોડ નવીન બનાવી જનતાને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિવારણ લાવવામાં આવે તેમજ ગટર લાઈનનું ગંદુ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે.

૩, કાંકરેજ વિધાનસભાના બંને ટોલટેક્ષ પર સ્થાનિક લોકોને નીકળવા માટે સર્વિસ રોડ આપવામાં આવે અથવા ટોલ ફ્રી કરવામાં આવે.

૪, કાંકરેજ વિધાનસભાના નેશનલ હાઈવેના બ્રિજ પર સ્ટ્રેટ લાઈટ લગાવામાં આવે.

૫, કાંકરેજ વિધાનસભાના હાઈવે પરના ખાડાઓ સમયસર પુરવામાં આવે.

૬, કાંકરેજ વિધાનસભાના ભલગામ ટોલટેક્ષ હાલ ડી.પી. જૈન કંપની ચલાવી રહી છે.પરંતુ લોકમુખે એવું ચર્ચા છે કે ડી.પી જૈન કંપની દેવાદાર થઈ ગયેલ છે? જેથી સરકારે સત્વરે કોઈ યોગ્ય નિર્ણય લઈ જનતાને પડતી મુશ્કેલીઓનો સત્વરે નિવારણ લાવવામાં આવે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો.99795 21530

Back to top button
error: Content is protected !!