
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વિસનગર
વિસનગર એપીએમસી, ગંજ બજાર ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર પ્રારંભ કરવા માટેની એક મીટીંગ ગતરોજ વિસનગર એપીએમસી ખાતે યોજાઇ હતી. જેમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર તેજલબેન શેઠ ,મદદનીશ ખેતીની નિયામક લક્ષ્મણભાઈ પટેલ તેમજ કિસાન સંઘના મંત્રી દિલીપભાઈ પટેલ અને ફાર્મર માસ્ટર ટ્રેનર દશરથભાઈ પટેલ સહિતના અન્ય ખેડૂતો અને પશુપાલક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ટૂંક સમયમાં વિસનગર એપીએમસી ખાતે પ્રાકૃતિક કૃષિના શાકભાજી ફળ તેમજ અનાજ વેચાણ માટેનું પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર પ્રારંભ કરવામાં આવનાર છે. તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ટૂંક સમયમાં એપીએમસી વિસનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર પ્રારંભ કરવામાં આવશે.



