
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
સાબરડેરીના ભાવફેર સામે અરવલ્લીના મેઘરજ માં ઉગ્ર વિરોધ જોવા મળ્યો, ટેમ્પા રોકી દૂધ રસ્તા પર ઠાલવ્યું
સાબરડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો ન કરવામાં આવતા અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આજે પશુપાલકોનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો.મેઘરજના ગ્રીનપાર્ક નજીક દૂધ ભરીને જતા બે ટેમ્પા રોકી,પશુપાલકો દ્વારા દૂધના કેન રોડ પર ફેંકી દેવામાં આવ્યા હતા.હજારો લીટર દૂધ ધોડાતા રસ્તા પર દૂધ વહેતા દ્રશ્યો સર્જાયા હતા અને લોકો ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.ઘટનાના પગલે અમુક સમય માટે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.સ્થળ પર તાત્કાલિક મેઘરજ પોલીસ પહોંચી,ટોળાને વિખેરી પાડી અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી.પશુપાલકોની મુખ્ય માંગ છે કે સાબરડેરી દ્વારા દૂધના ભાવમાં ન્યાયસંગત વધારો કરવામાં આવે અને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય ચુકવવામાં આવે.સ્થિતિ પર વહીવટી તંત્ર અને ડેરી મેનેજમેન્ટ શું પગલાં લે છે એ પર હાલ સમગ્ર જિલ્લાના પશુપાલકોની નજર છે.




